વડિયા પી.જી.વી.સી.એલ. તંત્રની બેદરકારીથી રોજ અનેકવાર વીજળી ગુલ: લોકો ત્રાહિમામ
અમરેલી જિલ્લા ના છેવાડાના તાલુકા એવા વડિયા કુંકાવાવ માં આમ તો આખા તાલુકાનુ તંત્ર ચાર્જ માં ચાલે છે તેથી સાહેબો રગડ ધગળ ગાડુ ચલાવે છે. વડિયાનો એક માત્ર એવો વિભાગ પીજીવીસીએલ માં કાયમી ડેપ્યુટી ઈન્જેર ની જગ્યા ભરાયેલી છે. વડિયા વિસ્તાર માં છેલ્લા દસ દિવસથી માવઠા રૂૂપી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે વાડિયા માં જાણે કોઈ પ્રિમોન્સૂન કામગીરી થયેલી જ ના હોય અને સમગ્ર વડિયા ની વીજ વાયરિંગનુ તંત્ર જાણે રામ ભરોશે ચાલતુ હોય તેમ રોજ અનેક વાર વીજળી ગુલ થવાની ફરિયાદો સામે આવી રહી છે.
વડિયાના સદગુરુ નગરમાં બે દિવસ પેહલા વીજળી ગુલ થઇ બાદ માં ચોવીસ કલાકે ફરી વીજળી આવી ત્યારે વડિયા પીજીવીસીએલને ઉગ્ર રજુવાત કરતા પણ અનેક વિડિઓ વાયરલ થયા તો ઘણા લોકો તો ત્યાં સુધી કહ્યું કે આ જ્યોતિગ્રામ અને કેબલિંગ ના નામે ખોટું ચરી ખાનારા લોકો છે. ત્યારે રોજ બે ચાર છાંટા આવે અને તુરંત વીજળી ગુલ થાય, રસ્તા પર વીજ પ્રવાહ ચાલુ હોય તેવી સર્વિસો પડી હોય અને આખી રાત જાણ કરવા છતાં પીજીવીસીએલના જાડી ચામડીના કર્મચારીઓ અને અધિકારીઓ ના પેટનું પાણી પણ ના હલે તેવી સ્થિતિ હોય ત્યારે દિન પ્રતિદિન પીજીવીસીએલના કથડતા વહીવટથી વડિયામાં દિવસમાં અનેક વાર વીજળી ગુલ થવાની ઘટનાઓ બની રહી છે.
આ પીજીવીસીએલ ના કાથડતા વહીવટ ને સુધારવા અને વીજ પ્રવાહ ને અલગ અલગ જોન માં વહેંચી ને જે ઝોન માં ફોલ્ટ હોય તે જ જોન બંધ કરવામાં આવે તેવી માંગણી સ્થાનિકો રાખી રહ્યા છે. જો આ બાબતે આગળના ટૂંકા સમયમાં કાર્યવાહી નહિ થાય તો હવે લોકો કંટાળીને પીજીવીસીએલ ઓફિસ પર જઈ ને અધિકારિઓનો ઉધડો લેશે એ સમય દૂર નથી.હવે જોવાનું એ રહ્યું કે આ પેઢી ગયેલું પીજીવીસીએલ નુ તંત્ર ગાઢ નિંદ્રા માંથી જાગીને સુધરે છે કે પછી લોકો તેને જગાડે છે તે તો આવનારો સમય જ બતાવશે.