For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વેક્સિનને કારણે હાર્ટએટેક આવતા નથી: સરકારનો વધુ એક વખત ખુલાસો

05:59 PM Feb 05, 2024 IST | Bhumika
વેક્સિનને કારણે હાર્ટએટેક આવતા નથી  સરકારનો વધુ એક વખત ખુલાસો

ગુજરાત વિધાનસભા ગૃહમાં આજે કાર્યવાહીનો પ્રારંભ જય શ્રી રામના નારા સાથે થઈ હતી. ત્યારે ફરી એકવાર ગુજરાત વિધાનસભામાં હાર્ટ એટેક અને વેક્સીનના કનેક્શનને લઈને ચર્ચા થઈ. વધી રહેલા હાર્ટ અટેકના કેસ મામલે વિધાનસભામાં પ્રશ્ન પૂછ્યો હતો. કોંગ્રેસના ધાાસભ્ય ઈમરાન ખેડાવાલએ પ્રશ્ન પૂછ્યો કે, રાજ્યમાં હાર્ટ અટેકના કિસ્સા વેકસીન કે દવાની અસર છે? ત્યારે સરકારના પ્રવક્તા મંત્રીએ જવાબમાં કહ્યું કે,વેક્સીનના કારણે હાર્ટ અટેકના કેસ થતા નથી.

Advertisement

વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાનો કોરોનાને લઈ પ્રશ્ન પૂછ્યો હતો. તેમણે પૂછ્યું કે, રાજ્યમાં જેએન વનના કેટલા કેસ સામે આવ્યા છે. યુવાનોમાં હ્રદય રોગના હુમલા વધી રહ્યા છે તેનું કારણ શું. રાજ્યમાં હ્રદય રોગના કિસ્સા વેક્સિન કે દવાની અસર છે?

ત્યારે આ સવાલનો જવાબ આપતા આરોગ્ય મંત્રી ઋશિકેષ પટેલે કહ્યું કે, રાજ્યમાં હાલ કોરોનાના 68 એક્ટિવ કેસ છે. રાજ્યમાં વેક્સિનના કારણે કોઈ હૃદયના હુમલા થતા નથી. કોરોનાના કારણે કેટલાક કિસ્સામાં ફાઈબ્રોસિસ થાય છે અને ફેફસાં પર અસર થાય છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement