For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

અમેરિકાએ લાદેલા ટેરિફની માછીમારો પર અસર શરૂ

12:16 PM Sep 15, 2025 IST | Bhumika
અમેરિકાએ લાદેલા ટેરિફની માછીમારો પર અસર શરૂ

નવા ઓર્ડર ન મળતા માછીમારો અસમંજસમાં પડયા કે કેટલુ ઉત્પાદન કરવું

Advertisement

અમેરિકન 50% ટેરીફ થી ગુજરાતના ફીસ નિકાસ ઉદ્યોગને વ્યાપક અસર થઈ છે હા અંગે વિગત આપતા વેરાવળના ફીસ એકસ્પોર્ટર અને ઓલ ઇન્ડિયા ફિશ નિકાસકાર યુનિટના ચેરમેન જગદીશ ફોફંડી એ જણાવ્યું હતું કે ભારત માટે યુએસએ મત્સ્ય વિકાસ માટે સૌથી મોટી માર્કેટ છે જેમાં હાલમાં લાગેલા 50% ટેરીફથી ઓર્ડરો સસ્પેન્ડ થયા છે અને ભારતીય માછીમારો અસંમજસમાં પડ્યો છે કે કેટલું ઉત્પાદન કરવું અને ક્યાં મોકલવુંઆમ છતાં આસાનુ કિરણ એ છે કે ભારત અને યુકે વચ્ચે મુક્ત વેપારના જે કરારો થયા છે અને 102 નવા યુનિટોને માન્યતા અપાય છે જેથી યુએસએ નો વિકલ્પ યુરોપ બનશે.

ગુજરાતમાંથી લગભગ 200 મિલિયન આસપાસ અત્યાર સુધી વિદેશમાં માછલીઓનો નિકાસ થયો હતો પરંતુ યુએસએ 50% તેરી લાદતા નવા ઓર્ડર નથી.

Advertisement

જગદીશભાઈ ફોફંડી એ વિશેષમાં જણાવ્યું કે ભારત સરકાર જીએસટી માં હાલમાં જે રાહત આપી છે જેનો સીધો લાભ માછીમારોને મળશે અને ટોટલ ઇનપુટ ઘટશે અને પોળાની કાર્યક્રમતા વધશે યુએસ માં જ અસલીઓ નિકાસ થતી હતી તેમાં મુખ્ય કટલ ફીશ, પાપલેટ મુખ્યત્વે છે.

વિશેષમાં તેમણે જણાવ્યું કે ભારત દેશમાં 3 કરોડ લોકોનો પરિવાર માછીમાર ઉદ્યોગ ઉપર નભે છે જેમાં 15 થી 17 લાખ લોકો ગુજરાતમાં છે જેની દેશ અને દુનિયામાં થતી વિવિધ અસરોની પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે પડે છે અગત્યની વાત એ કહીં કે રાજકોટ ખાતે ઇન્ટરનેશનલ હિરાસર એરપોર્ટ બનાવ્યું છે ત્યાંથી વહેલી તકે એર કારગો સર્વિસ સુવિધા શરૂૂ કરાય તો દુનિયાના દેશોમાં ઝડપી અને સમયસર ઉત્પાદન પહોંચી શકે કે જેથી માંગ વિદેશોમાં ખૂબ જ છે અને ઉત્પાદનમાં દીવ .વણાકબારા .માંગરોળમાં આ ફીશોનું ઉત્પાદન પણ થાય છે

Advertisement
Tags :
Advertisement
Advertisement