શહેરમાં ઊભરાતી ડ્રેનેજ અને વોંકળાના નાળાઓ તાત્કાલિક સફાઇ કરો: કોંગ્રેસ
ગટરનું પાણી પીવાનાં પાણીની લાઇન સાથે ભળી જતા પાણીજન્ય રોગ વર્ક્યા
શહેરમાં ભારે વરસાદ બાદ પૂરગ્રસ્ત વિસ્તારોમાં પાણી ઓસર્યા બાદ રોગચાળાનો ફેલાવો થયો છે. વિવિધ વિસ્તારો પાણીજન્ય રોગો વર્ક્યા છે. ત્યારે શહેર કોંગ્રેસ દ્વારા શહેરમાં ઉભરાતી ડ્રેનેજ અને વોકળાનાં નાલાઓ તાત્કાલીક સફાઇ કરવા માંગ કરવામાં આવી છે. શહેરના વોર્ડ નં. 1થી 18માં ડેનેજ ઉભરાતી રહે છે. 5-દિવસથી ઉઘાડ નીકળીયા બાદ પણ શહેરના રાજમાર્ગો પર વરસાદી પાણી અને ડ્રેનેજના પાણી સુકાતા નથી. વોર્ડ નં. 7માં લોહાનગર, સાંગણવા ચોક સહિતના વિસ્તારોને કોલેરા ઝોન જાહેર કર્યા છે. વોર્ડ નં. 12 અને 13 વાવડી અને ખોડીયારનગરમાં પણ અસરો દેખાઈ છે ત્યારે હાલ રાજકોટ શહેરના અનેક વોર્ડમાં ગટરનું ગંધાતુ પાણી પીવાના પાણીની લાઈન સાથે ભળી જતા રોગચાળો બેકાબુ બન્યો છે અને જે રાજકોટ મહાનગરપાલીકાના રેકોર્ડ પર પણ મોજુદ છે.
સમગ્ર રાજકોટ શહેરનું આરોગ્ય જોખમમાં હોય ત્યારે 24 કલાકમાં ડેનગ્યુ અને કોલેરાનો ઉપદ્રવ વધવા પામેલ છે. હાલ રાજકોટ શહેરમાં ડીડીટી છંટકાવ અને ફોગીગ થયુ નથી. જે પગલે રોગચાળો વકરયો છે.આજે અમાસ હોય શ્રાવણ માસનો છેલ્લો સોમવાર હોય ત્યારે તમામ મંદિરોની આસપાસ પણ સતત ભીડ રહેવાની છે. ત્યારે મંદિરોની આજુબાજુમા પણ ગટરના પાણી અને વરસાદી પાણી ઉભરાઈ રહ્યાં છે જે તાત્કાલીક સફાઇ કરાવી યોગ્ય કરશો. તેમ શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી તથા રા.મ.ન.પા.વિરોધ પક્ષ નેતા વશરંભ સાગઠિયાની યાદીમાં જણાવાયું હતું.