For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રી વચ્ચે તાકીદની બેઠક

05:29 PM Nov 13, 2024 IST | Bhumika
ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રી વચ્ચે તાકીદની બેઠક
Advertisement

ખ્યાતિ હોસ્પિટલની બેદરકારીનો મામલોને લઈને સીએમ ભૂપેન્દ્ર પટેલ અને આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે બેઠક પૂર્ણ થઈ છે. જેમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ખ્યાતિ હોસ્પિટલ સામે રાજ્ય સરકાર ફરિયાદી બનશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે. આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે મહત્વપૂર્ણ બેઠક કરી છે. હોસ્પિટલના કાંડ બાદ ઋષિકેશ પટેલે મોટું નિવેદન આપ્યુ છે.

પ્રાથમિક દ્રષ્ટિએ હોસ્પિટલની બેદરકારી સામે આવી છે. જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેવુ આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે જણાવ્યુ છે. આગામી સમયમાં હોસ્પિટલમાં પ્લાન્ડ સર્જરી માટે ખાસ એસઓપી બનાવવા અંગેની વાત કરી છે.

Advertisement

અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલે આયોજીત કરેલા કેમ્પને લઈને મોટો ઘટસ્ફોટ થયો છે. હોસ્પિટલે અગાઉ પણ મહેસાણાના કડી તાલુકામાં 4 કેમ્પ કર્યાનો ખુલાસો થયો છે.સરકારી મેડિકલ ટીમની તપાસમાં સામે આવ્યું છે કે કડીના ખંડેરાવપુરા, કણજરી, લક્ષ્મણપુરા, વાઘરોડા ગામે પણ હોસ્પિટલે કેમ્પ કર્યા હતા.

ખ્યાતિ હોસ્પિટલના પદાધિકારીઓ આરોગ્ય વિભાગની પરવાનગી વગર જ કેમ્પનું આયોજન કરતા હોવાનું પણ સામે આવ્યું છે. તો આ કેમ્પમાં પણ એક વ્યક્તિનું એન્જીયોગ્રાફી કરતા મૃત્યુ થયું હોવાનો ઘટસ્ફોટ થયો છે.

સરકારી યોજનાનો લાભ લેવા હોસ્પિટલ દ્વારા માત્ર પીએમજય કાર્ડ ધારકોને જ સારવાર માટે લઈ જવાતા હોવાનો પણ ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. પ્રાપ્તથતી માહિતી અનુસાર ખ્યાતિ હોસ્પિટલના ડાયરેક્ટર કાર્તિક પટેલ 16 કંપનીઓ સાથે જોડાયેલા છે. મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેર્સમાં પણ રજીસ્ટર છે. કાર્તિક પટેલ 16 કંપનીઓમાં ડિરેક્ટર તરીકે રહી ચુક્યા છે કે ડિરેક્ટર તરીકે કાર્યરત છે. અન્ય બિઝનેસની જેમ આરોગ્ય પણ કાર્તિક પટેલ માટે બિઝનેસ જ હોઈ શકે છે તેવા આક્ષેપ થઈ રહ્યાં છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement