જોખમી શાળા બિલ્ડિંગોમાં છાત્રોને ન બેસાડવા તાકીદ
ગુજરાત રાજયની શાળાઓમાં જર્જરિત ઓરડાને લઈને મહત્વના આદેશ શિક્ષણ વિભાગ દ્રારા તમામ જિલ્લ ા શિક્ષણ અધિકારીઓને કરવામાં આવ્યા છે. જેમાં શાળાના જર્જરીત ઓરડાની અંદર વિધાર્થીઓને નહીં બેસાડવા સ્પષ્ટ્ર આદેશ કરવામાં આવ્યો છે.વહેલા ચોમાસાની આગાહી હોવાથી આગામી શૈક્ષણિક સત્રની અને ચોમાસાની શઆત પહેલાં તમામ જિલ્લ ામાં સરકારી શાળાઓ, કસ્તુરબા ગાંધી બાલિકા વિધાલયો, હોસ્ટેલ્સ અને શૈક્ષણિક મકાનોમાં દુર્ઘટના સંબંધે તકેદારીના પગલા લેવા આદેશ અપાયો છે.
તેમાં શૈક્ષણિક હેતુના બાંધકામ સલામત હોવાનું પ્રમાણપત્ર રજુ કરવાનું ફરજિયાત છે. સાથે જોખમી શાળા, વર્ગખંડમાં બાળકોને નહીં બેસાડવા તાકીદ કરવામાં આવી છે. જુન મહિનામાં શાળાઓ ખુલે તેના પહેલા ઉપરોકત કામગીરી કરવાની છે અને વેકેશન ખુલ્યા પહેલાં જ કોઇ જાનહાની ન થાય તેના માટે સ્કુલ સેટી યોગ્ય હોવા સંબંધે સંચાલક અને આચાર્યએ ફોટોગ્રાફ સાથેનું પ્રમાણપત્ર સમગ્ર શિક્ષાની કચેરી પર પહોંચાડવાનું રહેશે. જર્જરીત કે ભયજનક બાંધકામના ફોટોગ્રાફમાં અક્ષાંશ, રેખાંશ ગુગલ મેપ પ્રમાણે લેવા સુચના અપાઇ છે. ઉપરાંત શાળા કે શૈક્ષણિક સંકુલમાં શૈક્ષણિક કાર્ય ચાલતુ હોય તે દરમિયાન જો પરિસરમાં કયાંય પણ કોઇપણ પ્રકારનું બાંધકામ શ કરવાનું હોય અથવા ચાલી રહ્યુ હોય તો તે સ્થળ ફરતે આડસ કરવાની રહેશે. તે બાજુએ બાળકો જાય જ નહીં તેવી વ્યવસ્થા પણ ગોઠવવાની રહેશે. બાંધકામનો સામાન કે કાટમાળ અડચણપ ન બને તેવી રીતે વ્યવસ્થિત રાખવાની સાથે ત્યાં ચેતવણીના પાટિયા લગાડવાના રહેશે.
તમામ જિલ્લ ામાં પણ ચોમાસા સંબંધે શિક્ષણ તંત્રને કામે લગાડીને શાળા અને હોસ્ટેલમાં ભયજનક મમાં બાળકોને નહીં બેસાડવા સ્પષ્ટ્ર આદેશ અપાયો છે. સમગ્ર શિક્ષાની ગુજરાત શાળા શિક્ષણ પરિષદ દ્રારા આ સંબંધે જિલ્લ ાના પ્રોજેકટ કો. ઓર્ડિનેટર, જિલ્લ ા શિક્ષણાધિકારી, જિલ્લ ા પ્રાથમિક શિક્ષણાધિકારી અને શહેરી વિસ્તાર માટે શાશાનાધિકારીને કામે લગાડવામાં આવ્યાં છે. તેના અંતર્ગત સાવચેતીના આગોતરા પગલા ભરવા જણાવવામાં આવ્યું છે. તેના માટે જિલ્લ ાના ઉપરોકત અધિકારીઓએ શૈક્ષણિક મકાનોમાં સ્કુલ સેટી સંબંધે યોગ્ય વ્યવસ્થા ગોઠવવા સંચાલકો અને આચાર્યેાને લેખિતમાં સુચના આપવાની રહે છે.
શાળા પરિસરમાં જર્જરિત કે ભયજનક વર્ગખંડ, ટોઇલેટ બ્લોક, સેપ્ટિક ટેંક, ખાળકુવા, કે, મકાન ફરતે આડસ મુકીને આ વિસ્તાર, જગ્યામાં કોઇપણ વ્યકિત પ્રવેશે નહીં તેના માટે પ્રવેશ નિષેધ લખેલુ બોર્ડ લગાડવું ફરજીયાત રહેશે. શાળામાં જર્જરીત જાહેર કરેલા કે સામાન્ય દષ્ટ્રીએ ભયજનક લાગતા વર્ગખંડોમાં બાળકોને બેસાડવાના નથી. વિશેષમાં સ્પષ્ટ્ર જણાવાયું છે, કે પાણીની મોટરના વાયર મીટરના વાયરના છેડા કે સાંધા પણ ખુલા ન રહે તેમ ગોઠવવાના રહેશે.