ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

UPSC મેઇન્સનું પરિણામ જાહેર, ગુજરાતના 12 સહિત 2736 સફળ

04:12 PM Nov 12, 2025 IST | admin
Advertisement

 

Advertisement

યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC)એ સિવિલ સેવા મુખ્ય પરીક્ષા (CSE) 2025નું પરિણામ જાહેર કરી દીધું છે. 22 ઓગસ્ટ, 2025 થી 31 ઓગસ્ટ, 2025 વચ્ચે પરીક્ષા આપનાર ઉમેદવારો આયોગની ઓફિશિયલ વેબસાઇટ upsc.gov.in પર જઈને પોતાનું પરિણામ જોઈ શકે છે. આ પરીક્ષામાં રાજકોટના બકુલ દિનેશભાઇ કુમારખાણીયા તેમજ રિધ્ધીબેન દિલીપભાઇ ગજેરા તથા ભાવનગરના કૌશિક ધામેલીયા સહીત ગુજરાતના 12 છાત્રો ઉત્તિર્ણ થયાનું જાણવા મળે છે

આ પરીક્ષામાં હાજર રહેલા લગભગ 14,161 ઉમેદવારોમાંથી 2736 ઉમેદવારોએ સફળતા મેળવી છે. આ પાસ થયેલા ઉમેદવારો હવે આગળની પ્રક્રિયામાં જોડાશે. ઇન્ટરવ્યૂનું શેડ્યૂલ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે, જેના માટે ઉમેદવારોને અલગથી એડમિટ કાર્ડ પણ આપવામાં આવશે.

આ ઉમેદવારો હવે ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ (IAS), ઇન્ડિયન ફોરેન સર્વિસ (IFS), ઇન્ડિયન પોલીસ સર્વિસ (ઈંઙજ) અને અન્ય સેન્ટ્રલ સર્વિસીસ (ગ્રુપ પઅથ અને ગ્રુપ B)માં પસંદગી માટે ઇન્ટરવ્યૂ અથવા પર્સનાલિટી ટેસ્ટ (PT) રાઉન્ડ માટે હાજર રહેશે.

આયોગે પોતાની વેબસાઇટ પર પરિણામ ઙઉઋ ફોર્મેટમાં જાહેર કર્યું છે. પરિણામની આ ફાઇલમાં તે ઉમેદવારોના રોલ નંબર આપવામાં આવ્યા છે, જેમણે આ પરીક્ષા પાસ કરી લીધી છે અને જેમને ઇન્ટરવ્યૂ રાઉન્ડ માટે શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે. આયોગે CSE મેન્સ 2025 પરીક્ષા 22, 23, 24, 30 અને 31 ઓગસ્ટ 2025ના રોજ બે શિફ્ટમાં આયોજિત કરી હતી.

નોંધનીય છે કે મેન્સ પરીક્ષા પાસ કરનારા અને આગળ પર્સનાલિટી ટેસ્ટ (ઇન્ટરવ્યૂ) રાઉન્ડમાં સામેલ થનારા ઉમેદવારોએ આગળની પ્રક્રિયા પહેલા એક વિસ્તૃત એપ્લિકેશન ફોર્મ (ઉઅઋઈંઈં) ભરવું પડશે. ઉઅઋ-ઈંઈં દ્વારા, ઉમેદવારો IAS, ઈંઙજ માટે પોતાની કેડર પ્રાથમિકતાઓ જણાવે છે.

Tags :
gujaratgujarat newsindiaindia news
Advertisement
Next Article
Advertisement