રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ગુજરાતના 5 સહિત દેશના 30 IAS સામે UPSCની તપાસ

01:20 PM Sep 09, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

વિકલાંગતા સર્ટિફિકેટના આધારે નોકરી મેળવી લેનાર ઉચ્ચ અધિકારીઓ રડારમાં

મહારાષ્ટ્રની તાલિમી આઇએએસ અધિકારી પૂજા ખેડકરે નોકરી માટે આપેલુ વિકલાંગતા સર્ટિફિકેટ નકલી નીકળ્યા બાદ યુપીએસસી દ્વારા વિકલાંગતા સર્ટિફિકેટના આધારે નોકરી મેળવના ગુજરાતના પાંચ સહીત દેશના 30થી વધારે સનદી અધિકારીઓ સામે તપાસનું નાળચુ મંડાયું છે.

દેશમાં અનેક આઇએએસ અધિકારીઓએ નકલી વિકલાંગતા સર્ટિ.ના આધારે નોકી મેળવી લીધાની ફરીયાદ બાદ યુ.પી.એસ.સી. દ્વારા વિકલાંગતા સર્ટિફિકેટના આધારે નોકરી મેળવનાર તમામ અધિકારીઓના ફેર મેડીકલ ટેસ્ટ કરવા આદેશ અપાયો હતો. જેમાં ગુજરાતના પણ પાંચ અધિકારીઓને અમદાવાદ સિવિલ હોસ્પીટલમાં ફેર મેડીકલ ટેસ્ટ કરવા અનેતેનો રિપોર્ટ યુપીએસસીમાં રજુ કરવા સુચના અપાઇ હતી.

સુત્રોમાંથી મળતી વિગતો મુજબ દેશભરના આવા અધિકારીઓને તા.31 ઓગસ્ટ સુધીમાં ફેર મેડીકલ તપાસની સુચના અપાઇ હતી. હવે આ તમામના નવા સર્ટિફિકેટ યુપીએસસી પાસે પહોંચી જતા ગુજરાતના પાંચ સહીત દેશના 30 જેટલા આઇએએસ અધિકારીઓ તપાસના રડારમાં આવી ગયા છે.

આયોગ ટૂંક સમયમાં આવા અધિકારીઓની તપાસ કરી શકે છે. જો કે આયોગ તરફથી આ અંગે કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી. વાસ્તવમાં યુપીએસસીની સિવિલ સેવા પરીક્ષા દેશની સૌથી અઘરી અને પ્રતિષ્ઠિત પરીક્ષાઓ પૈકીની એક છે. આ પરીક્ષાના માધ્યમથી આઇએએસ, આઇપીએસ, આઇએફએસ અને આઈઆરએસ વગેરે અધિકારીઓની પસંદગી થાય છે. જે પછી તેમને મુખ્ય જવાબદારીઓ સોંપવામાં આવે છે.
મીડિયા રિપોર્ટ અનુસાર પૂજા ખેડકર વિવાદ પછી યુપીએસસીના ડોક્યુમેન્ટમાં ચેડાં કરી પસંદગી પામેલા 30થી વધારે અધિકારીઓની ફરિયાદ મળી છે. દાવો કરવામાં આવ્યો છે કે પસંદગી પામેલા અધિકારીઓએ પોતાના સર્ટિફિકેટ અને અન્ય વિગતોમાં ખોટી માહિતી આપી છે.

બીજી તરફ સરકાર ઉમેદવારો દ્વારા દિવ્યાંગતા માપદંડ અને કોટાના દુરુપયોગને રોકવાના ઉપાયો પર સક્રિય રીતે વિચારના કરી રહી છે. આ માટે એક પ્રોટોકોલ તૈયાર કરવામાં આવી રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ કેન્દ્ર સરકારે પૂજા ખેડકરને તત્કાલિન અસરથી ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટીવ સર્વિસ (આઇએએસ) માંથી મુક્ત કરી દીધા છે. સરકારે પરીક્ષામાં ઓબીસી કોટાના દુરુપયોગ બદલ પૂજા ખેડકર સામે આ કાર્યવાહી કરી છે.

Tags :
30 IASgujaratgujarat newsUPSC investigation
Advertisement
Next Article
Advertisement