વરરાજાની ગાડીનો વીડિયો ઉતારવા મામલે બબાલ, કોંગ્રેસ સેવા દળના પ્રમુખના ઘરે જઇ ધમકી અપાઇ
રાજકોટ શહેરમા 3 દીવસ પહેલા એક ભવ્ય લગ્ન પ્રસંગ યોજાયા હતા. આ લગ્ન પ્રસંગમા ફુલેકાની ભારે ચર્ચાઓ થઇ રહી છે . જેમા એક વીડીયો સોશ્યલ મીડીયા પર ફરતો થયો છે. જેમા વરરાજાને કરોડોની કિંમતની કારે ટ્રાફીક નીયમોનો ઉલાળ્યો કર્યો હતો . ફેન્સી નંબર પ્લેટને કારણે કારને ઉભી રાખવા ટ્રાફીક પોલીસ દ્વારા અને એક સામાજીક કાર્યકર દ્વારા સુચના આપવામા આવી હતી . આમ છતા આ સુચનાંને અવગણીને વરરાજાની આ કાર જોઇને ભાગી ગઇ હતી અને સોશ્યલ મીડીયામા આ વીડીયો વાયરલ થયો હતો . આ ઘટનામા વીડીયો ઉતારનાર કોંગ્રેસ સેવા દળનાં પ્રમુખ અને સામાજીક કાર્યકર ચિંતન દવેનાં ઘરે જઇ બે શખ્સોએ ધમાલ મચાવી અને ધમકી આપતા પ્રનગર પોલીસ મથકમા ગુનો નોંધવામા આવ્યો હતો.
રાજકોટ શહેરમા કોંગ્રેસ સેવા દળનાં પ્રમુખ અને સામાજીક કાર્યકર ચિંતનભાઇ ભરતભાઇ દવે એ પોતાની ફરીયાદમા જણાવ્યુ હતુ કે તેઓ ગઇ તા. 1 નાં રોજ સવારનાં 10 વાગ્યે ટ્રાફીક પોલીસ સાથે માધાપર ચોકડીથી બેડી ચોકડી તરફ જવાનાં રસ્તે આવતા મૈસુર ભગત ચોક નજીક ટ્રાફીક પોલીસ સાથે ટ્રાફીક અવરનેસની કામગીરી કરતા હતા . ત્યારે ત્યાથી એક શણગારેલી વરરાજાની ગાડી નીકળી હતી જેનાં નં જીજે 03 પીએમ 1 ને માઇકમા કહયુ કે વરરાજાની ગાડી સાઇડમા લઇ લો. તેમ કહેતા ગાડીનો ચાલક ત્યાથી ભાગી ગયો હતો અને વીડીયો મીડીયા ગ્રુપમા મુકવામા આવ્યો હતો.
ત્યારબાદ તા. 3 નાં રોજ સવારે બે અજાણ્યા શખ્સો ચિંતનભાઇનુ ઘર શોધીને ત્યા ગયા હતા અને તેમને મોબાઇલમાથી ગાડી વાળો વીડીયો ડીલીટ કરવાની ધમકી આપી તેમનાં ઘરનાં દરવાજાને પાટા માર્યા હતા . તેમજ આરોપીઓએ ચિંતનભાઇને માફી માગવા અને માફી માગતો વીડીયો ઉતારવા ધમકી આપી હતી . ત્યારબાદ આરોપીઓ ધમકી આપી ત્યાથી ભાગી ગયા હતા.
આ ઘટનામા ચિંતનભાઇ દવે ફરીયાદ નોંધાવતા એક વ્યકિતનુ નામ સાગર અને બીજાનુ નામ હેમલ કાનગડ હોવાનુ પોલીસમાથી જાણવા મળ્યુ છે . તેમજ હેમલ કાનગડ રાજકીય પીઠબળ ધરાવતો હોવાનુ જાણવા મળી રહયુ છે.