ડિમોલિશનના હુકમમાં અધૂરા નામ-સરનામા નીકળતા ખળભળાટ
અગ્નિકાંડ પહેલાં 260/2ની નોટિસ અપાયેલ તેના ઓર્ડર ચેક કરતા ગેરકાયદેસર બાંધકામો છાવરવાનું કૌભાંડ બહાર આવ્યું
અગ્નિકાંડ બાદ બાંધકામ પરમીશન અને ગેરકાયદેસર બાંધકામો વિરુદ્ધ મનપાએ હવે કડક ઝુંબેશ શરૂ કરી છે. અને અગ્નિકાંડ પહેલા 260/1 અને 260/2ની નોટીસ અપાઈ હોય અને કાર્યવાહી બાકી હોય તેવા ગેરકાયદેસર બાંધકામોનું લીસ્ટ તૈયાર કરવાના આદેશ થયા બાદ ટાઉન પ્લાનીગં વિભાગે ઝોનવાઈઝ ગેરકાયદેસર બાંધકામોનું ડિમોલીશન કરવાની તૈયારીઓ શરૂ કરી છે.
જેમાં છેલ્લા એક માસ દરમિયાન અનેક બાંધકામો તોડી પાડી અમુક બાંધકામો સીલ થયા છે. પરંતુ અગાઉ હુકમ થયા હોય તેવા ગેરકાયદેસર બાંધકામોના નામ અને સરનામા અધુરા હોવાથી જગ્યા તેમજ આ પ્રકારના બાંધકામો શોધવા મુશ્કેલ બન્યા છે. અને આ લીસ્ટ તૈયાર કરવામાં પણ અગાઉ કૌભાંડ થયું હોય છતાં મનપા દદ્વારા આગામી દિવસોમાં જૂની નોટીસોનો નિકાલક રવા મોટા પાયે ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરાશે તેમ જાણવા મળેલ છે.
અગ્નિકાંડ બાદ બાંધકામ પરમીશન અને ગેરકાયદેસર બાંધકામોના અનેક કૌભાંડો બહાર આવી રહ્યા છે. જેમાં શાળાકોલેજો પણ ગેરકાયદેસર રીતેખડકાઈગઈ હોવાનું બહાર આવ્યું છે. આથી મ્યુનિસિપલ કમિશનર ડી.પી. દેસાઈએ અગ્નિકાંડ પહેલા 260/2ની નોટીસ આપવામાં આવી હોય અને અત્યાર સુધી ડિમોલેશનની કાર્યવાહી ન થઈ હોય તેવા પ્રકારના બાંધકામોનું લીસ્ટ તૈયાર કરવાની સૂચના આપી હતી.
પરંતુ આઠ મહિના પહેલા અપાયેલ નોટીસની ઈન્કવાયરી કરતા માલુમ પડેલ કે, અમુક 260/2ની નોટીસ કાઢવામાં આવેલ છે. જેમાં પુરુ નામ અને પુરુ સરનામું લખવામાં આવ્યું નથી. આથી આ પ્રકારની નોટીસની બજવણી પાછળ હપ્તા વસુલી કારણભૂત હોવાનું માનવામાં આવી રહ્યું છે. છતાં વિસ્તાર સોસાયટી અને ટીપી વિભાગના સ્ટાફના નિવેદનના આધારે ફાઈનલ લીસ્ટ તૈયાર કરવામાં આવી રહ્યું છે. અગ્નિકાંડ પહેલા આપવામાં આવેલ 260/2ની નોટીસ ફક્ત ગેરકાયદેસર બાંધકામ કરનારને જાણ કરવા અથવા કાગળ ઉપર કામગીરી બતાવવા માટે આપવામાં અવી હોય તેવું હાલ સાબિત થઈ રહ્યું છે.
છતાં અગ્નિકાંડ બાદ શાનમાં સમજી ગયેલ ટાઉન પ્લાનીંગ વિભાગના સ્ટાફ દ્વારા હવે ફૂકી ફૂકીને કામ કરવામાં આવી રહ્યું છે. અને કૌભાંડોથી દૂર કહેવાની સતત કોશીષ કરાતી હોય તેમ 260/1ની નોટીસ અને 260/2ની નોટીસ આપવામાં કોઈ જાતની બેદરકારી ન થાય તેનું ખાસ ધ્યાન રાખવામાં અવી રહ્યું છે. અગાઉ થઈ ગયેલા કૌભાંડો ઉપર હાલ પડદો પડી ગયો છે. પરંતુ જે ગેરકાયદેસર બાંધકામોના ડિમોલેશન થયા નથી. અને લાગવગના જોરે અથવા પૈસાના જોરે આજ સુધી આ પ્રકારના બાંધકામો ટકી ગયા છે. તેની વિરુદ્ધ નોટીસના આધારે ટુંક સમયમાં કામગીરી હાથ ધરવામાં આવે તેવા નિર્દેશ સાપડીર હ્યા છે.
50 પૈકી 37ના નળ જોડાણ કાપવા તૈયારી
મહાનગરપાલિકા દ્વારા અગ્નિકાંડ બાદ ગેરકાયદેર બાંધકામો વિરુદ્ધ તટસ્થ અને કડક કાર્યવાહી કરવાની તૈયારી આરંભી છે. છેલ્લા એક માસ દરમિયાન અનેક ગેરકાયદેસર બાંધકામો તોડી પાડવામાં આવ્યો છે. જ્યારે અગાઉ 260/2ની નોટીસ અપાઈ હોય અને કૌભાંડ આચરી આ પ્રકારના બાંધકામોનું ડિમોલેશન ન થયું હોય તેવા બાંધકામોનું લીસ્ટ તૈયાર કરવામાં આવી છે.
ત્રણેય ઝોનમાં કુલ 50 ગેરકાયદેસર બાંધકામોને 260/2ની નોટીસ અપાઈ હોવા છતાં આજ સુધી ડિમોલેશન ન થયાનું બહાર આવ્યું છે. ત્યારે હવે કોર્પોરેશન દ્વારા આ પ્રકારના લીસ્ટ મુજબના બાંધકામોની સ્થળ તપાસ કરી ખરેખર જો આ બાંધકામ ગેરકાયદેસર હોય તો પ્રથમ આ બાંધકામનું નળ જોડાણ અને વીજ જોડાણ કાપવાની કાર્યવાહી કરવામાં આવે તેવી અમલવારી સાથે પ્રથમ 37 ગેરકાયદેસર બાંધકામોના નળ જોડાણો ટુંક સમયમાં કાપવામાં આવશે. તેમ જાણવા મળેલ છે.