બગસરામાં યોજાયેલા કૃષિ મેળામાં ખેડૂતોને જ પ્રવેશ નહી મળતા હોબાળો
બગસરા તાલુકા ખાતે યોજાયેલા કૃષિ મેળામાં આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા વિરોધ કરવામાં આવવાનું હોવાની બાતમીના કારણે સમગ્ર કૃષિ મેળાને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યો હતો. તેમજ અનેક ખેડૂતોને પ્રવેશ ન આપવામાં આવતા હોબાળો થયો હતો.મળેલ વિગતો મુજબ બગસરા સ્વામિનારાયણ મંદિર ખાતે આજે કૃષિ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બગસરા ઘારી વિસ્તારના ધારાસભ્ય જે.વી. કાકડિયા સહિત રાજકીય પદાધિકારીઓ તેમજ અધિકારીઓ હાજર હતા તે સમયે આમ આદમી પાર્ટી દ્વારા આ કૃષિ મેળામાં વિરોધ પ્રદર્શન કરવામાં આવશે તેવી માહિતીને આધારે સમગ્ર કૃષિ મેળો પોલીસ છાવણીમાં બદલાય ગયો હતો.
ભાવનાબેન સતાસિયા સહિતના અનેક કૃષિ આગેવાનો જેવાકે ભાવેશભાઈ ગોધાણી બગસરા તાલુકા આમ આદમી પાર્ટીના પ્રમુખ તેમજ તેમજ પ્રગતિશીલ ખેડૂત અને તેમના સાથી મિત્રો જેવાકેસુધીરભાઈ બોરડ જિલ્લા પંચાયત પ્રભારી આમ આદમી પાર્ટી તેમજ આમ આદમી પાર્ટીના બીજા અનેક સભ્યોને કૃષિ મેળામાં પ્રવેશતા પહેલા રોકી દેવામાં આવ્યા હતા. જેને પગલે ખેડૂતો દ્વારા બહાર મેદાનમાં હોબાળો કરવામાં આવ્યો હતો.
પોલીસ દ્વારા આ તમામ ખેડૂતોને બહાર જ રોકી દેવામાં આવતા ઘણા ખેડૂતોમાં ગુસ્સો જોવા મળી રહ્યા હતા. હકીકતમાં અનેક ખેડૂતો કોઈ પણ પાર્ટી સાથે જોડાયેલા હોય અને પ્રગતિશીલ ખેડૂત હોય તેમ છતાં તેમને પણ પ્રવેશ ન મળતા તેઓને ધર્મનો ધક્કો થયો હોવાનો અહેસાસ થયો હતો.