ઉપલેટા સમસ્ત હિંદુ સમાજ દ્વારા બાંગ્લાદેશમાં હિન્દુ પરના અત્યાચારના વિરોધમાં રેલી યોજાઇ
ઉપલેટા શહેર તેમજ તાલુકાના સમસ્ત હિન્દુ સમાજ દ્વારા બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચારો વિશે ગંભીર ચિંતા વ્યકત કરતા જન આક્રોશ રેલી સ્વરૂૂપે ઉપલેટા મામલતદાર નિખિલ મહેતાને આવેદનપત્ર આપ્યું હતું.
બાંગ્લાદેશમાં શેખ હશીના સરકારને અલોક તાંત્રીક રીતે બરખાસ્ત કર્યા પછી લઘુમતી હિન્દુઓ પરના અત્યાચારોમાં ભારે વધારો થયો છે. હિન્દુઓના ધાર્મિક સ્થાનોને નિશાન બનાવી તોડફોડ કરવામાં આવે છે. હિંસા અને હત્યાના બનાવોમાં ખુબજ વધારો જોવા મળી રહ્યો છે. ધર્મ પરિવર્તન જેવા ગંભીર અપરાધો થઈ રહ્યા છે. હિન્દુ બહેન દીકરીઓ પર જધન્ય અપરાધો થઈ રહ્યા છે ત્યારે આ પરિસ્થિતિ ખુબ જ ચિંતાજનક છે અને આંતરરાષ્ટ્રીય સમાજ માટે પણ શરમજનક છે. આ જન આક્રોશ મહા રેલીમાં સાધુ, સંતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ઉપલેટા શહેરના હિન્દુ વેપારીઓ દ્વારા સમસ્ત હિંદુ સમાજની અપીલને ધ્યાને લઈ સ્વૈચ્છિક સ્વયંભૂ બંધ પાળવામાં આવ્યો હતો.
સરકારની જવાબદારી બને છે કે તે પોતાના નાગરીકોની સુરક્ષા કરે અને કોઈ પણ પ્રકારના અત્યાચારોને રોકે, આ અત્યાચારના વિરુધ્ધમાં ઈસ્કોનના સંત ચિન્મય કૃષ્ણદા સજીના નેવતૃત્વમાં શાંતિપૂર્ણ વિરોધ કરતા હિન્દુઓ પર પણ અત્યાચાર કરી સંતને ખોટી રીતે જેલમાં ધકેલી દેવામાં આવેલ છે. જે કૃત્ય પણ અમાનવીય છે. સંત ચિન્મય કૃષ્ણદાસજીને તાત્કાલીક જેલ મુક્ત કરવા પ્રયાસ કરવામાં આવે. બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચારોને તાત્કાલીક ધોરણે બંધ કરાવવામાં આવે. પીડીતોને ન્યાય અપાવવા અને ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવી. હિન્દુ ધાર્મિક સ્થાનોની સુરક્ષા વધારવી. અત્યાચારોને રોકવા માટે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિમાં સુધારાઓ કરાવવા. હિન્દુ બહેનોની સુરક્ષા વધારવી. બાંગ્લાદેશ સાથેના વ્યાપારિક સંબંધો અટકાવવા. ઞગ માં હિન્દુ પર થતી હિંસાનો મુદ્દો ઉઠાવવો વગેરે જેવી માંગણીઓ કરવામાં આવી હતી.