ઉપલેટા પંથકમાં સહાયના ફોર્મ ભરવા માટે ખેડૂતો પાસે 100 ઉઘરાવતા વીસી સામે રોષ
રાજ્યમાં કમોસમી વરસાદ બાદ ખેડૂતોના પાકને નુકસાન જતા સરકાર દ્વારા સહાય જાહેર કરવામાં આવતા ખેડૂતો ગ્રામ પંચાયતમાં વીસી દ્વારા ખેડૂતોના ફોર્મના 100 રૂૂપિયા લેવાતા હોય ખેડૂતો પરેશાન.
રાજકોટ જિલ્લામાં ખેડૂતોને કમોસમી વરસાદ બાદ સરકાર દ્વારા સહાય જાહેર કરવામાં આવતા ખેડૂતોને હવે સહાય ફોર્મ ભરવામાં મુશ્કેલી પડી રહી હોય ખેડૂતો પરેશાન. અમુક ગામમાં ગ્રામપંચાયતમાં વીસી દ્વારા સહાય ફોર્મ ભરવાના 100 રૂૂપિયા લેવાતા હોય ત્યારે ણ 24 કલાક ન્યુઝ ગુજરાતી દ્વારા ઉપલેટાના મજેઠી ગામ પહોંચતા ખેડૂતો પાસેથી સહાય ફોર્મના 100 રૂૂપિયા લેતા હોવાનું સામે આવતા વીસીને 100 રૂૂપિયા કેમ લેવાય છે તેવું પૂછતાં વીસી દ્વારા જણાવેલ કે સરકાર દ્વારા અમને કોઈ પણ પ્રકારના રૂૂપિયા દેવામાં આવતા નથી. મજેઠી ગામમાં 350 થી વધારે ફોર્મ ભરવાના છે અને સર્વર સતત હાલતુ ન હોય અમો આખો દિવસ ફોર્મ ભરી આખી રાત કામ કરીને ખેડૂતોના ફોર્મ ભરીએ છીએ અને પંદર દિવસમાં ફોર્મ ભરવાની પ્રક્રિયા પુરી કરવાની હોય પરંતુ આ શક્ય નથી. અરજી ફોર્મના 100 રૂૂપિયા લઈએ છીએ. અમને સરકાર દ્વારા 12 રૂૂપિયાની વાત કરી છે પરંતુ હજુ આગળના ચાર વર્ષના રૂૂપિયા વિજબીલના બાકી છે, કમિશનના એ પણ હજુ સુધી આવ્યા નથી અને અમારે અહીં બીજા ઓપરેટરને બેસાડવા પડે છે તેથી એમને પણ રૂૂપિયા આપવા પડે છે તેમ વીસીએ કહ્યું.
ઉપલેટાના મજેઠી ગામના ખેડૂત ગુસ્સા સાથે જણાવતા કહ્યું કે વીસી 100 રૂૂપિયા લે છે એનો અમને વાંધો નથી જો ખરેખર સરકારને આપવુંજ હોય તો ખેડૂતોનું ધિરાણ માફ કરવું જોઈએ. ઉદ્યોગપતિઓના લેણાં સરકાર માફ કરી શકતી હોય તો અમારા લેણાં કેમ માફ નથી કરતી. ખેડૂતોને ફક્ત હેરાન કરવાની વાત છે. સહાય ફક્ત 3500 રૂૂપિયા આપે છે અને અમારે લાખો રૂૂપિયાનું નુકસાન ગયું છે. મજેઠી ગામના તલાટી વિપુલ જલુના જણાવ્યા મુજબ વીસી દ્વારા ખેડૂતો પાસેથી જે 100 રૂૂપિયા લેવાની વાત છે તે બાબતે મને કશી ખબર નથી અને જો ખરેખર લેવાતા હશે તો તપાસ કરી કાર્યવાહી કરીશુ.