For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ઉપલેટા પંથક પાણીમાં ગરકાવ, તંત્ર સામે જનાક્રોશ

12:03 PM Jul 02, 2024 IST | Bhumika
ઉપલેટા પંથક પાણીમાં ગરકાવ  તંત્ર સામે જનાક્રોશ
Advertisement

8 ઈંચ પડેલા વરસાદથી કમર સુધી પાણી ભરાતા પ્રિ-મોન્સૂન કામગીરી સામે લોકોમાં પ્રશ્ર્નાર્થ : તંત્રની બેજવાબદારીથી અનેક ગામો સંપર્ક વિહોણા થયાની રાવ

ઉપલેટા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં મેઘમહેરથી તૃપ્ત થઈ જતાં રોડ રસ્તાઓ ઉપર પાણી ફરી વળ્યા છે. સમગ્ર ઉપલેટા તાલુકા ઉપર મેધરાજા મહેરબાન અવીરત વરસ્યા હતા. જેમના પગલે ઉપલેટા શહેરના નીચાણવાળા વિસ્તારોમાં મોજેશ્વરનો ખાડો નાગનાથ ચોક વિસ્તાર, વિક્રમ ચોક, અશ્વિન ટોકીઝ ચોક, જીરાપા પ્લોટ સહિતના વિસ્તારોમાં ગોઠણ ડુબ પાણી ભરાયા હતા. અને તાલુકાના લાઠ, મજેઠી, ભીમોરા, કુંઢેચ, તલગણા, સમઢીયાળા, ગણોદ, સહિતના અન્ય ગામોમાં ભારે થી અતીભારે વરસાદ થતાં ત્યાં પણ ખેતરાઉ જમીન તૃપ્ત થઈ જતાં ખેતરોના પાણી વોકળા મારફત રોડ રસ્તાઓ અને ગામતળ ની જમીનમાં ફરી વળ્યા હતા. જેમના પગલે તાલુકાના લાઠ ગામે સરેરાશ 7 ઈંચ વરસાદ નોંધાયા બાદ આજે વ્હેલી સવારે ગામતળ અને રોડ રસ્તાઓ ઉપર પુર જેવી સ્થિતી સજોઈ હતી. જેમને નિહાળવા માટે લોકો ઉમટી પડયા હતા.

Advertisement

વરસાદી વાતાવરણ અને નાગનાથ ચોક પાસે આવેલ મોજ નદી ઉપર બનાવવામાં આવેલ રાજાશાહિ વખતો પુલ હાલમાં જર્જરીત હોય કલેકટરે આ પુલને પ્રતિબંધિત કરી જાહેરનામું બહાર પાડેલ છે. અન્યથા આજના સમયે પણ લોકો અને વાહનો ત્યાંથી પસાર થાય છે.આ અંગે મોજ નદિ ઉપલેટા શહેરમાંથી પસાર થાય છે તે દરબાર ગઢ અને નાગનાગ ચોક સહિત જડેશ્વરનો ખાડો એ વિસ્તાર નીચાણવાળો વિસ્તાર હોવાથી વોકળા અને નદીઓના પાણી અવાર નવાર આ વિસ્તારોમાં ઘુસી જાય છે. અને પછાત વિસ્તાર હોવાથી ત્યાં કોઈ કામગીરી પણ થતી નથી. જે તે વખતે ગંભીર પસ્થિીતીમાં કામ ચલાઉ લોકોનું સ્થળાંતર કરી તેમને સાચવી લેવામાં આવે છે. પરંતુ જે તે જગ્યા પર તેમના કાચા મકાન સહિત ધરવખરીનું શું ? તે પણ એક ગંભીર પ્રશ્ન છે. આ વિસ્તારમાં દર સાલ કમર સુધી પાણી ધરોની અંદર ઘુસી જતાં હોય તેમનું સ્થાંતર થાય છે. પણ ઘર અને ઘરની અંદર રહેલી ચીજવસ્તુઓનો પાછળથી કોઈ હિસાબ કરતું નથી જે એક ગંભીર બાબત છે.

આ બધુ થવા પાછળનું મુખ્ય કારણ સીમ જમીન ધોવાણ થયા બાદ વોધળા મારફત શહેરની અને ગામતળ સુધી પહોંચે છે. જેમનો નિકાળ કરવામાં મોજ સીચાઈ, વેણુ સીચાઈ વિભાગ અને ઉપલેટા નગર પાલીકા બેકાર સાબિત થઈ છે. ગ્રામ્ય વિસ્તારમાં આવતા વોકળા અને કેનાલોની જો તંત્ર દ્રારા યોગ્ય જાણવણી સફાઈ થતી હોય તો આ વસ્તુ ન બને તેવું લોકોમાં ચચૉંઈ રહયું છે. જયારે આ અંગે સીચાઈ વિભાગ અને નગર પાલીકા અસક્ષમ અને બેદરકારી વાપરી રહી છે.

આજની લાઠ ગામની આ પરિસ્થિતી અને વર્ષો વષેના ઉતારા જોયેલા પીઠ ખેડુતોએ તંત્ર સમક્ષ પોતાની માંગ કરી અખબારી નીવેદન દ્રારા ઉપરોકત હકીકત વર્ણવી છે. અને તંત્રને શ્રાવણ અને ભાદરવો અથવા કોઈ પણ ભયંકર પરિસ્થીતીને પહોચી વળવા માટે એલટે રહેવા જણાવી રહયા છે.

વિદ્યાર્થીઓ અને એસટી બસો ફસાતા રેસ્ક્યૂ કરાયું

ઉપલેટાના ભીમોરા તેમજ માણાવદર તાલુકાના ભીંડોરા, ઈન્દ્રા ગામના વિદ્યાર્થીઓ ઉપલેટા મ્યુનિસિપલ કોલેજમાં પરીક્ષા આપવા માટે જતા હોય જેને બે એસટી બસો પણ લાઠ ગામે ફસાઈ હતી. લાઠ ગામના સરપંચ પૃથ્વીરાજસિંહ ચુડાસમા દ્વારા તંત્રને જાણ કરતા ઉપલેટા મામલતદાર મહેશ ટી. ધનવાણી, પાટણવાવ પોલીસ તેમજ જઉછઋ ટીમ તાત્કાલિક લાઠ ગામે પહોંચી જઈ વિદ્યાર્થીઓનું તેમજ એસટી બસનું રેસ્ક્યુ કરી વિદ્યાર્થીઓને પરીક્ષા આપવા માટે વ્યવસ્થા કરાવી હતી જેને લઈને દરેક ગામના ગ્રામજનોએ વહેલી સવારથી ખડે પગે રહી કામગીરી કરનાર લાઠ ગામના યુવા સરપંચ પૃથ્વીરાજસિંહ ચુડાસમાંનો આભાર માન્યો હતો.

Advertisement
Tags :
Advertisement
Advertisement