ઉપલેટા: કમોસમી વરસાદથી ખરીફ પાક બરબાદ થતા પાક ધિરાણ માફ કરવા માંગ
ગુજરાત કિસાન સભા જિલ્લા સમિતિના નેતૃત્વમાં ખેડૂતો દ્વારા મુખ્યમંત્રીને આવેદન
ગુજરાત માં 25 ઓક્ટોબરથી ઓક્ટોબરથી વેસ્ટન ડીસ્ટર્બ સર્જાતા કમોસમી ભારે થી અતિ ભારે વરસાદ થયા છે ખેડૂતોએ ખરીફ પાક મગફળી સોયાબીન ડાંગર કઠોળ કપાસ ના વાવેતર કરેલા હતા આ પાક તૈયાર થઈ ગયો હતો ખેડૂતોએ વાઢવા અને લણવા ની તૈયારીઓ કરી તેવા સમયે અચાનક માવઠા ના સાત સાત દિવસ સુધી ભારેથી અતિ ભારે એકથી લઈ ઈચથી અગિયાર ઈચ સુધીના વરસાદો પડ્યા છે દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના તમામ તાલુકામાં માવઠા ના વરસાદ થવાથી ઉભા પાક બળી ગયા છે ખોવાઈ ગયા છે અને સંપૂર્ણ નિષ્ફળ થયા છે ખેડૂતોને મોઢે આવેલો કોડિયો ઝૂંટવાઈ ગયો હજારો કરોડ રૂૂપિયાની ખેડૂતોને નુકસાનીઓ થઈ છે ડાંગર મગફળી અને સોયાબીનના પાકોમાંથી મેળવતો ઘાસચારો પણ કોહવાઈ ગયો છે આથી પશુપાલકોને ઘાસચારાની તીવ્ર અછત ઊભી થશે ગુજરાતના ખેડૂતોએ ખરીફ પાકના વાવેતર કરવા પાક ધિરાણો લીધેલા છે તે ખરીફ પાક નિષ્ફળ થવાથી ખેડૂતો કરજદાર બની ગયા છે આગામી સમયમાં રવિ પાકના વાવેતર કરવા ખાતર બિયારણ તેમજ અન્ય ખર્ચ કરવા ખેડૂતો નાણા ભીડ અનુભવી રહ્યા છે ત્યારે ખેડૂત આલમ માંથી એક અવાજે માંગ ઉભી થઈ છે કે ખેડૂતોના ખરીફ પાકના ધિરાણ માફ કરો તો જ આ વરસ પાર ઉતરી શકે તેમ છે.
ગુજરાત કિસાન સભા રાજકોટ જિલ્લા સમિતિના નેતૃત્વમાં ઉપલેટા તાલુકાના ખેડૂતોએ પોતાની વેદના અને વ્યથા અંગે મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવી માંગ કરી છે કે ખેડૂતોને બચાવવા ખરીફ પાકનું ધિરાણ માફ કરો કેન્દ્ર સરકાર સમક્ષ રાજ્ય સરકાર ગુજરાતના ખેડૂતો ની નુકસાની અંગેનો વિસ્તારથી રિપોર્ટ રજૂ કરી સહાય પેકેજ માંગવા પણ માંગ કરી છે આવેદનપત્ર આપવાના કાર્યક્રમોમાં જિલ્લા પ્રમુખ કાળાભાઈ બારૈયા ખીમાભાઈ હાલ જલાભાઇ ડાંગર મનીષભાઈ વસોયા દિલીપભાઈ ફળદુ મેણસી ભાઈ ડેર મધુભાઈ મકવાણા શહીદ તાલુકા ભરમાંથી ખેડૂત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા