ઉપલેટા કોંગ્રેસ દ્વારા લોકજાગૃતિ રોડ-રસ્તા, ખેડૂતોના પ્રશ્ર્નોને લઈને બાઈક રેલી
ઉપલેટામાં શહેર અને તાલુકા કોંગ્રેસ દ્વારા ગ્રામ્ય વિસ્તારના ભીમોરાથી બાઈક રેલી શરૂૂ કરી લાઠ, મજેઠી, કુંઢેચ, તલંગણા, સમઢિયાળા, હાડફોળી, સહીતનાં ગામોમાં પૂર્વ ધારાસભ્ય લલિતભાઈ વસોયા સહિત તમામ કોંગ્રેસ કાર્યકરો તાલુકા પ્રમુખ શહેર પ્રમુખ વિવિધ આગેવાનો તેમજ દરેક ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો મોટી સંખ્યામાં જોડાયા હતા અને બાઈક રેલી યોજવામાં આવી હતી.
આ બાઇક રેલી યોજી ઉપલેટા મામલતદારને આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં કોંગ્રેસ દ્વારા યોજવામાં આવેલ આ કાર્યક્રમ ખેડૂતોને થતાં અન્યાય, ઉપલેટા તાલુકાના તમામ રોડ રસ્તાઓ અને ટેકાના ભાવે ખેડૂતો ઉપર થતાં અન્યાય મુદ્દે સરકાર સમક્ષ ધારદાર રજુઆતો કરવા મુદ્દે જન જાગૃતિ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમા પૂર્વ ધારાસભ્ય લલિતભાઈ વસોયા દ્વારા રાજ્ય સરકારે હાલમાં ખેડૂતોની મગફળી ખરીદીમાં થતાં અન્યાય અને ઉપલેટા તાલુકાના ખરાબ રોડ રસ્તાઓના પ્રશ્નોના તાત્કાલિક હલ લાવવા અને ખેડૂતોની 200 મણ સુધી મગફળી ની ખરીદી કરવા રજુઆતો કરાઈ હતી તેમ છતા જો તાત્કાલિક આ મુદ્દાઓનો કોઈ નિકાલ નહિ થાય તો આવનારા સમયમાં ઉપલેટા ખાતે અસંખ્ય ખેડૂતોને સાથે રાખી ધરણા કાર્યક્રમો યોજવામાં આવશે એવું જણાવ્યું હતું.
આવેદનપત્ર બાદ પૂર્વ ધારાસભ્ય લલિતભાઈ વસોયા દ્વારા હાલના ભાજપના ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાને આ તમામ મુદ્દાઓ અને વિકાસના કામોને લઈ જાહેર ચોકમાં ચર્ચાઓ કરવા ખુલ્લી ચેલેન્જ આપી પકડાર ફેક્યો હતો જેમાં કોંગ્રેસ આગેવાનોએ પણ કામો અને સુવિધાઓ બાબતે જાહેર ચોકમાં આવી વર્તમાન ધારાસભ્યને મોરે મોરો આપવાની ચેલેન્જ કરી છે અને સાથે જ ઉપલેટામાં નવનિર્માણ પામેલી અને લોકાર્પણ કરવાના અભાવે તૈયાર થઈ ચૂકેલી ઉપલેટાની કરોડો રૂૂપિયાના ખર્ચ કરીને બનાવેલી સિવિલ હોસ્પિટલ કેમ શરૂૂ નથી કરાવી શકતા અને કેમ લોકાર્પણ નથી કરતા તે માટેના પણ પ્રહારો કર્યા છે ત્યારે ધારાસભ્ય મહેન્દ્ર પાડેલીયા આ ચેલેન્જને સ્વીકારે છે કે પછી ભૂગર્ભમાં ઉતરી જાય છે તેના ઉપર ધોરાજી ઉપલેટા વિસ્તારના લોકોની નજર છે અને આ મામલે રાજકીય ગરમા ગરમી શરૂૂ થવા પામી છે.