ઉપલેટાની સોસાયટીમાં અને ઘરોમાં પાણી ભરાતા ભારે હાલાકી
ગ્રામ્ય પંથકમાં પડેલા 12 ઇંચ વરસાદે તારાજી સર્જાઇ
ઉપલેટા શહેરમાં આજે વહેલી સવારે આઠ વાગ્યાથી સતત વરસાદ ચાલુ છે ક્યારેક ઝરમર ઝરમર તો ક્યારેક ભારે ધોધમાર વરસાદના રૂૂપમાં આ વરસાદ વરસતા દિવસ દરમિયાન પાંચથી સાત ઇંચ વરસાદ ઉપલેટા શહેરમાં જ્યારે આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં ચીખલીયા હાડફોડી સમઢીયાળા તલગણા મજેઠી કુંઢેચ લાઠ ભીમોરા મેરવદર ત્તણસવા મેખાટીંબી માં દિવસ દરમિયાન 10થી 12 ઇંચ વરસાદ પડ્યો છે ઉપલેટા શહેરમાં વધારે વરસાદ પડતા ગામ વચ્ચે આવેલી ટી.જે.ક્ધયાશાળાના ક્લાસરૂમમાં અને કોમ્પ્યુટર લેબમાં પાણી ઘુસી જતા કોમ્પ્યુટરમાં નુકસાન થયાનું જાણવા મળેલ છે જ્યારે અશ્વિન ચોકમાં આવેલ નગીના સોસાયટી ગાધાના પાળા પાસેના વિસ્તાર રઘુવીર બંગલા વિસ્તાર વગેરે વિસ્તારમાં લોકોના ઘરમાં પાણી ઘૂસી જતા ઘરવખરી પલળી ગયા ના બનાવો બનેલ છે.
આ અંગે વહીવટી તંત્રને આ વિસ્તારના લોકોએ ફોન કરી મુશ્કેલીની જાણ કરવા છતાં નગરપાલિકામાંથી કોઈપણ જાતની સહાય કે તપાસ કરવા પણ કોઈ આવ્યું ન હોવાની આ વિસ્તારના લોકો ફરિયાદ કરતા હતા ઉપલેટા શહેરને પીવાનું પાણી પૂરું પાડતા મોજ ડેમ અને વેણુ બે ડેમ ભરાઈ જતા તેમના દરવાજા ખોલવામાં આવ્યા છે અને નીચેના વિસ્તારોમાં લોકોને વહીવટી તંત્ર દ્વારા જાણ કરવામાં આવી હતી અતિ ભારે વરસાદને કારણે ઉપલેટા થી બાટવા માણાવદરને જોડતા રોડ લાઠ ભીમોરા રોડ ઉપર પાણી આવી જતા વાહન વ્યવહાર બંધ થઈ ગયો હતો આ વિસ્તારમાં ઉપલેટા મામલતદાર તનવાણીએ બચાવ કામગીરી કરતી ટીમોને સાથે લઈ ગ્રામ્ય વિસ્તારની મુલાકાત લીધી હતી.