તળાજામાં અઠવાડિયામાં 50 જેટલા ભૂંડના મોતથી ફફડાટ
વન વિભાગ દ્વારા તપાસ કરવાની માગણી
ભાવનગર જિલ્લાની તળાજા નગરના પાવઠીરોડ પર આવેલ રાધેકૃષ્ણ સોસાયટી વિસ્તારમાં છેલા પખવાડિયા થી ભૂંડ ના ટપોટપ મોત થઈ રહ્યા છે. બે જ દિવસમાં આઠેક ભૂંડ ના મોત થતા સ્થાનિક લોકપ્રતિનિધી ને રહીશોના મૃતભૂંડ ઉપડવાના ફોન રણકી રહ્યા છે. ભૂંડ ના સતત મોત નું કારણ શું તેવા સવાલ સાથે ફફડાટ ફેલાયો છે.
છેલ્લા એકાદ માસ થી તળાજા ના વિવિધ વિસ્તારોમાં ભૂંડ મરી રહ્યા હોવાની વ્યાપક ફરિયાદો અને મૃતભૂંડ ને ઉપાડવા માટે કાર્યવાહી કરો ના ફોન રણકી રહ્યા છે.જેમા સૌથીવધુ સ્થિતિ રાધેકૃષ્ણ સોસાયટી ની છે.સ્થાનિક જનપ્રતિનિધી બગુભાઈ ના જણાવ્યા મુજબ છેલા બેજ દિવસ મા આઠેક ભૂંડ મર્યા હોય તેને ઉપડાવવા માટે ના કોલ આવ્યા છે.
કમસેકમ પચાસેક ભૂંડ મર્યાછે. જેને લઈ કોઇ ઈસમો દ્વારા ભૂંડ ને ખાસ મારી નાખવા માટે અજાણ્યા ઈસમો દવા મૂકી રહ્યા છેકે કેમ તેવા સવાલો થઈ રહ્યા છે.તો સામે તર્કપણ થઈ રહ્યો કે કોઈ દવા મુકેતો કૂતરા,રખડુ ગૌધન પણ ખાય ને મરેને?!.
ભૂંડમા જીવલેણ અને વાયરલ ઇન્ફેક્શન સાથેનો રોગચાળો વકરી રહ્યાની વાત ને લઈ ફફડી રહ્યાછે આથી ફોરેસ્ટ વિભાગ,સ્થાનિક પાલિકા તંત્ર આરોગ્ય લક્ષી ત્વરીત પગલાં ભરે તેવી માંગ ઉઠી છે.