For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ટેક્સટાઈલ યુનિટ સ્થાપવા 35 ટકા સુધી સબસિડી

05:12 PM Oct 15, 2024 IST | Bhumika
ટેક્સટાઈલ યુનિટ સ્થાપવા 35 ટકા સુધી સબસિડી
Advertisement

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવી ટેક્સટાઈલ પોલિસી જાહેર કરી, 8 વર્ષ સુધીની લોન પર 7% વ્યાજ સહાય, પ્રતિ યુનિટે 1 રૂ. પાવર સબસિડી અપાશે

કપાસના ઉત્પાદનમાં અગ્રેસર રહેલ ગુજરાત રાજ્યમાં ટેક્સટાઈલ ક્ષેત્રને બુસ્ટર ડોઝ આપવા માટે આગામી પાંચ વર્ષ માટેની ટેક્સટાઈલ પોલીસી 2024 જાહેર કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે મહાત્મામંદિર ખાતે યોજેલ કાર્યક્રમમાં નવી ટેક્સટાઈલ પોલીસી જાહેર કરી હતી. આ પોલીસીમાં અગાઉ મળતી વ્યાજ સબસીડી અને પાવર સબસીડી ઉપરાંત નવા યુનિટ સ્થાપવા માટે 35 ટકા સુધીની કેપીટલ સબસીડીની પણ જાહેરાત કરવામાં આવી છે. આ પોલીસીની જાહેરાત થતાં જ ટેક્સટાઈલ સેક્ટરને લગતા ઉદ્યોગકારોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે.

Advertisement

ગુજરાત રાજ્યે ભારતભરમાં પ્રથમ વખત 2012માં ટેક્સટાઈલ પોલીસી બનાવી હતી. બાદમાં વર્ષ 2019માં પણ ટેક્સટાઈલ પોલીસી લોન્ચ કરવામાં આવી હતી. જે 10 મહિના પહેલા પુરી થઈ ગઈ હતી. લોકસભાની ચૂંટણી પહેલા ઉદ્યોગકારોએ પોલીસી જાહેર કરવા માંગ કરી હતી. પરંતુ આજે 10 મહિના બાદ મહાત્મામંદિર ખાતે વિકાસ સપ્તાહના કાર્યક્રમ અંતર્ગત ઉદ્યોગસાહસિક્તા દિવસની ઉજવણી પ્રસંગે આજે ઉદ્યોગમંત્રી બલવંતસિંહ અને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીની હાજરીમાં નવી ટેક્સટાઈલ પોલીસી જાહેર કરવામાં આવી હતી.

આ પોલીસીમાં ટેક્સટાઈલને લગતા અલગ અલગ ઉદ્યોગો જેવા કે, ગારમેન્ટ, એપરલ, ટેક્નિકલ ટેક્સટાઈલ યુનિટ, વિવિંગ, નીટીંગ, ડાઈંગ, પ્રોસેસીંગ યુનિટો માટે જે તે તાલુકા પ્રમાણે 35 ટકા સુધીની 100 કરોડની મર્યાદામાં કેપીટલ સબસીડી જાહેર કરવામાં આવી છે. આ ઉપરાંત અલગ અલગ તાલુકાના કેટેગરી પ્રમાણે મહત્તમ 8 વર્ષ સુધી ટર્મ લોનમાં 7 ટકાની વ્યાજસહાયની પણ જાહેરાત કરવામાં આવી છે. ટેક્સટાઈલ યુનિટમાં પુષ્કર પ્રમાણમાં વિજળીનો વપરાસ હોય આ વિજળીના ખર્ચમાં રાહત મળે તે માટે પ્રતિ યુનિટે 1 રૂપિયાની પાવર ટેરીફની સબસીડીની પણ જાહેરાત કરવામાં આવી છે.

આ પોલીસી જાહેર કરતી વખતે મુખ્યમંત્રીએ જણાવ્યું હતુ ંકે, ઉદ્યોગ સાહસિકતા દિવસની ઉજવણીના ભાગ રૂૂપે ટેક્સટાઈલ પોલિસીનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે. વર્ષોથી ગુજરાત કાપડના ઉત્પાદન અને વેપારનું કેન્દ્ર રહ્યું છે. જે ડેનિમ કેપિટલ તરીકે પ્રખ્યાત છે. ત્યારે 2012માં જાહેર કરવામાં આવેલ ટેક્સટાઈલ પોલિસીમાં 35 હજાર કરોડનું રોકાણ કરવામાં આવ્યું હતું. જેના કારણે રાજ્યમાં કાપડ ઉદ્યોગને વેગ મળ્યો હતો. આ ઉપરાંત ગુજરાત ટેક્સટાઈલમાં દેશમાં 25 ટકા ફાળો આપે છે.

મહિલા કામદાર માટે મહિને રૂા.5000 સુધીનો પગાર પાંચ વર્ષ સુધી સરકાર આપશે
આજે જાહેર કરાયેલ ટેક્સટાઈલ પોલીસી 2024માં મહિલા કામદારોને રોજગારી મળે તે માટે મોટી જાહેરાત કરવામાં આવી છે. ટેક્સટાઈલ સેક્ટરમાં પુષ્કર પ્રમાણમાં લેબરની જરૂર પડતી હોય સરકારે મહિલા કામદાર માટે રૂા. 5000 અને પુરુષ કામદાર માટે રૂા. 4000 પ્રતિ મહિનો પાંચ વર્ષ સુધી સહાય આપવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત સ્વસહાય જૂથોને જોબવર્ક મળી રહે તે માટે ટ્રેનીંગ લેવા માટે પ્રતિ સદસ્યએ રૂા. 5000 પ્રતિ મહિના લેખે ત્રણ મહિના સુધી આપવાની જાહેરાત કરી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement