For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કમોસમી વરસાદે, પ્રખ્યાત ગોંડલિયા મરચાના પાકનો સફાયો કરી દીધો

11:28 AM Nov 03, 2025 IST | admin
કમોસમી વરસાદે  પ્રખ્યાત ગોંડલિયા મરચાના પાકનો સફાયો કરી દીધો

તીખાશમાં ઉત્તમ ગણાતાં ગોંડલીયા મરચાએ ખેડૂતોને મોળા પાડી દીધા છે. કમોસમી વરસાદથી ગોંડલ તાલુકાના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.દેશભરમાં પ્રખ્યાત ગોંડલીયું મરચાનો પાક કમોસમી વરસાદે પાક નિષ્ફળ ગયો છે.ગોંડલ તાલુકામાં મોટા પ્રમાણમાં મરચા નું વાવેતર થાય છે અહીં ઉત્પન્ન થતું મળતું દેશને અલગ અલગ રાજ્યમાં જતું હોય છે. ગોંડલનું મરચું સમગ્ર ભારત ઉપરાંત વિદેશમાં પણ પ્રખ્યાત છે જેને લઈને અન્ય રાજ્યો માંથી જેવા કે રાજસ્થાન, કર્ણાટક, મધ્યપ્રદેશ, યુ.પી, કેરલ, મહારાષ્ટ્ર, દિલ્હી સહિતના રાજ્યો માંથી વેપારીઓ અને મસાલા કંપનીઓ પણ અહીંયા મરચા ની ખરીદી કરવા માટે આવતા હોય છે. ત્યારે આ વર્ષે મરચાનો પાક કમોસમી વરસાદને કારણે નિષ્ફળ જતા મરચાનો ભાવ આસમાને પંહોચે તેવી શક્યતા છે. તાલુકાના ત્રાકુડા, ડૈયા, અનિડા, કોલીથડ, વેજાગામ, હડમતાળા, વેકરી, ચરખડી, પડવલા સહિત અન્ય ગામમાં ગોંડલીયું મરચું સંપૂર્ણપણે બરબાદ થયું છે.

Advertisement

ગોંડલ પંથકમાં મરચાનું ખાસ કરીને સાનિયા મિર્ચી, ઘોલર મરચું, પટો મરચું કાશ્મીરી મરચું સહિતની વિવિધ જાતોની મરચાની વાવેતર મોટા પ્રમાણમાં થતું હોય છે. આ મરચાંના ઉત્પાદન માટે ખેડૂતો દ્વારા તનતોડ મહેનત કરવામાં આવતી હોય છે પરંતુ આ વર્ષે પડેલા કોમર્સની વરસાદના કારણે મરચીનો પાક ખેતરમાં જ સડી ગયો છે ત્યારે હવે ખેડૂતો માટે દવા બિયારણ મજૂરી સહિતનો ખર્ચ પણ માથે પડ્યો છે કેટલાક ખેતરોમાં તો પરપ્રાંતિય શ્રમિકો દ્વારા ખેતીનું મજૂરી કામ ભાગમાં રાખવામાં આવતો હોય છે ત્યારે આવા શ્રમિકો માટે પણ હવે રડવાનો વારો આવ્યો છે.ખેડૂતોએ દવા અને ખાતર પાછળ હજારો રૂૂપિયા ખર્ચ્યા હતા, પણ હવે ઉપજની આશા રહી નથી.ગોંડલ તાલુકાના ખેડૂતોએ સરકારને વિનંતી કરી કે તાત્કાલિક વીમા સહાય મળે અને આગામી સિઝન માટે બીજ તેમજ ખાતરની સહાય આપવામાં આવે તેવી માંગ કરી છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement