ચોટીલા થાનગઢ તાલુકામાં કમોસમી વરસાદથી કપાસ-મગફળીનાં પાકને મોટુ નુકસાન
ખરા શિયાળે લો પ્રેસરનાં કારણે પડેલા કમોસમી વરસાદ ને કારણે ચોટીલા થાનગઢ વિસ્તારના અનેક ગામડાઓમાં ખેડૂતોના પાકને ભારે નુકસાન થતા વળતરની માગણી કરવામાં આવી છે.
છેલ્લા એક સપ્તાહથી શિયાળાના દિવસોમાં ચોમાસાનો માહોલ સર્જાયો છે. ચોટીલા થાનગઢ તાલુકામાં એક તરફ અનેક ખેડૂતોએ મગફળીનો પાક લણીને ખેતરમાં પાથરા પાથરેલા હતા તેમજ કપાસ ફૂટીને બહાર નિકળી જતા તેની લણી ચાલતી હતી તેવા સમયે કમોસમી વરસાદ વરસતા ખેડૂતોના હાથમાં આવેલ કોળીયો છીનવાઈ ગયો હોય તેવો માહોલ સર્જાયો છે.તાલુકાનાં અનેક ગામડાઓમાં વરસાદે અનેક ખેત પેદાશ અને પાકને નુકસાન પોહચેલ છે. ખાસ કરીને જે ખેડૂતોને છે. ખાસ કરીને ખેડૂતોને નુકસાની આવી છે.
તેવા ખેડૂતો જણાવે છે કે વરસાદને કારણે કપાસ બળી ગયેલ છે. મગફળી લણી નથી તે ઉગી જશે તેમજ જાર, બાજરી, એરંડા, શાકભાજી જેવા પાકોને નુકશાન થયેલ છે.કમોસમી નુકશાન નું તાત્કાલિક સર્વે હાથ ધરી થયેલ નુકસાનીનું વળતર ચુકવાય તે માટે અનેક ગામોના સરપંચ સહિતના આગેવાનોએ રજૂઆત કરી છે. ચોટીલા વિસ્તારના સ્થાનિક ખેડૂત જલાભાઇ નાકિયા, ભીખાભાઇ રબારી એ જણાવેલ છે કે આ કમોસમી વરસાદ ખેડૂતો માટે કઠણાઈ બનીને વરસ્યો છે. આખી ચોમાસું સિઝન ની અમારી મહેનત ઉપર પાણી ફરી ગયું છે.
