ભાવનગર જિલ્લામાં કમોસમી વરસાદે બેનો ભોગ લીધો
મકાન ધરાશાઇ થતાં મહુવામાં વૃધ્ધ અને સિહોરમાં મહિલાનું મોત
ગોહિલવાડ પંથકમાં માવઠા એ બે લોકોનો જીવ લીધો છે. મકાન ધરાસાઈ થતાં મહુવામાં વૃદ્ધનું અને સહોર માં મહિલાનું મોત નિપજ્યું હતું. પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગરજિલ્લામાં કમોસમી વરસાદથી બે લોકોના કરૂૂણ મોત નિપજ્યા છે.
જેમાં મહુવાના ગાંધીબાગ થી હોસ્પિટલ રોડ ઉપર વરસાદી પાણીનો ભરાવો થયો હતો. જેમાં મનસુખભાઇ વિરજીભાઇ પરમાર (ઉ.વ.72) નામના વૃદ્ધ ચાલીને જતાં હતા તે વેળાએ તે પાણીના ખાડામાં પડી જતાં મોત નિપજ્યું હતું અને આજે સવારે તેમની લાશ મળી આવતા આજુબાજુના દુકાનદારોએ મહુવા પોલીસને જાણ કરતા પોલીસે ઘટના સ્થળે ધસી તપાસ હાથ ધરી મૃતક ની લાશને પી.એમ. અર્થે હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા.
અને તેમના પરિવારના સભ્યોને સંપર્ક કરાયો હતો.જ્યારે સિહોર તાલુકાના ઘાંઘળી ગામે રહેતા ટીનાબેન ચંદુભાઈ સોલંકી (ઉ.વ.45) નું બાજુવાળાનું જૂનવાણી મકાન વરસાદી માહોલમાં ધરાશાયી થતાં ટીનાબેન કાટમાળમા દબાઇ ગયા હતા. તેઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવેલ. જ્યાં સારવાર દરમિયાન તેઓનું મોત નિપજતા પરિવારમાં ભારે શોક છવાઈ જવા પામ્યો છે.
