સલાયામાં કમોસમી વરસાદ, ભારે પવન સાથે વાતાવરણમાં ઠંડક
11:55 AM Oct 29, 2025 IST | admin
ખેડૂતોને કમોસમી વરસાદથી ભારે નુકસાની: જણસીનો સોથ વળ્યો
Advertisement
સલાયા તથા આજુબાજુના ગામોમાં આજે બપોરે કમોસમી વરસાદ ખાબક્યો હતો.ભારે પવન સાથે આ વરસાદ ખાબકતા વાતાવરણમાં ભારે ઠંડક પ્રસરી હતી.આ કમોસમી વરસાદથી ખેડૂતોને ભારે નુકશાની થઈ હતી.લગભગ ખેતરોમાં માંડવી તેમજ અન્ય પાકોને ઉપાડી અને પાથરા કરવામાં આવ્યા હતા.જેમાં વરસાદ પડતા ખેડૂતોને ભારે નુકશાની જવા પામી છે.આ કમોસમી વરસાદ લગભગ એક કલાક સુધી ધીમી ધારે વરસ્યો હતો.આ કમોસમી વરસાદથી સૌથી વધુ ખેડૂતોને વધુ નુકશાન જવા પામ્યું છે.હાલ પણ આ લખાઈ રહ્યું છે ત્યારે ધીમીધારે વરસાદ ચાલુ છે.
Advertisement
Advertisement
