ભાવનગરમાં કમોસમી વરસાદ, યાર્ડમાં માલ પલળી ગયો
ભાવનગર શહેર માં ગઈકાલે સાંજે ભાવનગર શહેરમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ શરૂૂ થયો હતો અને શહેરના માર્ગો ભીંજાઈ ગયા હતા. અને રસ્તા ઉપર પાણી ફરી રહ્યા હતા. બરફના કરા પડતા રાહદારીઓમાં નાશ ભાગ મચી ગઈ હતી. ભર ઉનારે વરસાદ વરસતા લોકોમાં કુતુહલ ફેલાયું હતું. સાંજે શહેરમાં વરસાદી માહોલ ઊભો થયો હતો. છેલ્લા કેટલાય સમયથી કાળઝાર ગરમીથી કંટાળી ગયેલા થયેલા લોકો ર્માં વાતાવરણમાં પલટો આવતા અને વરસાદ આવતા ગરમીથી રાહત અનુભવી હતી. શહેરમાં સાંજે વરસાદ શરૂૂ થયો ત્યારે લાઇટ પણ ગુલ થઈ ગઈ હતી. શહેરમાં 28 કિ.મી.ની ઝડપી પવન ફુંકાયો ગયો હતો.
ખેડૂતોના મોઢે આવેલો કોળિયો કમોસમી વરસાદના કારણે છીનવાઈ ગયો છે. માર્કેટિંગ યાર્ડના ખુલ્લા પ્લોટમાં રાખવામાં આવેલો ડુંગળીનો મોટો જથ્થો વરસાદી પાણીમાં પલળી ગયો છે.
બપોર બાદ અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને એકાએક વરસાદ શરૂૂ થતા ખેડૂતો અને વેપારીઓનો માલ ભીંજાઈ ગયો હતો. આ અણધાર્યા વરસાદના કારણે ખેડૂતો અને વેપારીઓમાં ભારે નિરાશા જોવા મળી રહી છે.
શહેરમાં બપોર પછી વાતાવરણમાં પલટો આવતાં ગાજવીજ સાથે વરસાદી છાંટા શરૂૂ થયા હતા. ત્યારબાદ વરસાદની ગતિ વધતા ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. કમોસમી વરસાદના કારણે ખેડૂતો પાકમાં નુકસાનની ભીતિથી વધુ ચિંતાતુર બન્યા છે.
વરસાદની સાથે ગાજવીજ પણ થઈ રહી છે, જેના કારણે શહેરના મોટા ભાગના વિસ્તારોમાં વીજળી ગુલ થઈ ગઈ છે.
જો કે, વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી જતા લોકોને ગરમીથી રાહત મળી છે.