અમદાવાદમાં ભવ્ય BAPS આંતરરાષ્ટ્રીય કાર્યકર સુવર્ણ મહોત્સવની અભૂતપૂર્વ તૈયારીઓ
વિશ્ર્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 2000થી વધુ સ્વયં સેવકોના પફોર્મન્સથી શનિવારે ઐતિહાસિક ઉજવણી થશે
એક લાખથી વધુ સમર્પિત કાર્યકરો ઉપસ્થિત રહી પ્રમુખ સ્વામી મહારાજને તેમના જન્મદિવસની ભાવાંજલિ આપશે
સન 1907માં બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાની સ્થાપના થયા બાદ, બ્રહ્મસ્વરૂૂપ શાસ્ત્રીજી મહારાજ, બ્રહ્મસ્વરૂૂપ યોગીજી મહારાજ અને બ્રહ્મસ્વરૂૂપ પ્રમુખસ્વામી મહારાજના સાંનિધ્યમાં આ સત્સંગ-કાર્યકરો દ્વારા સેવાની પ્રવૃત્તિઓ અહોરાત્ર ગતિમાન હતી જ, પરંતુ બ્રહ્મસ્વરૂૂપ પ્રમુખ સ્વામી મહારાજે દીર્ઘ દૃષ્ટિથી 1972માં આયોજન કરીને કાર્યકરોનું એક વિધિવત્ માળખું સ્થાપિત કર્યું હતું. એ વાતને આજે 50 વર્ષનો સમય વીતી ગયો છે. બ્રહ્મસ્વરૂૂપ પ્રમુખસ્વામી મહારાજ અને બ્રહ્મસ્વરૂૂપ મહંત સ્વામી મહારાજના પ્રચંડ પુરુષાર્થથી બી.એ.પી.એસ. સંસ્થાના લાખો સ્વયંસેવકો અને એક લાખથી વધુ રજિસ્ટર્ડ કાર્યકરોનું એક વૈશ્વિક વૃંદ તૈયાર થયું છે.
સ્ટેડિયમમાં ગુજરાત તેમજ ભારતના વિવિધ પ્રાંતો માંથી આવનાર કાર્યકરોના હજારો વાહનોના પાર્કિંગ માટે રિવરફ્રન્ટ આગળ સુંદર આયોજન, કાર્યકરોને પાર્કિંગ સ્થળ અને સ્ટેડિયમ સુધી પહોંચવા, ટ્રાફિક નિયમન કરવા સ્વયંસેવકો સજ્જ રહેશે.
આશરે 75,000 જેટલાં કાર્યકરો બસોના નિર્ધારિત ક્રમ અનુસાર સ્ટેડિયમમાં બપોરે 1 વાગ્યા સુધીમાં પોતાનું સ્થાન લઈ લેશે. બીજમાંથી વટવૃક્ષ બનેલી આ સ્વયંસેવક સેવાઓ ભારત અને વિશ્વભરમાં કેવી રીતે વ્યાપી અને અનેક વિપરીત સંજોગોના વાવાઝોડા વચ્ચે પણ કર્તવ્યનિષ્ઠ રહેનાર કાર્યકરોની રોમાંચક ગાથાઓ આ વિભાગમાં પ્રસ્તુત થશે. આ કાર્યકરોની નિસ્વાર્થ સેવાઓનાં મીઠાં ફળ સમાજના કરોડો લોકો માણી રહ્યા છે, તેની દિલધડક પ્રસ્તુતિ આ વિભાગમાં માણવા મળશે.
વિશ્વના 30 દેશોમાં સેવારત BAPS કાર્યકરોનું થશે આગમન
બી.એ.પી.એસ.ના સારંગપુર (બોટાદ), રાયસણ અને શાહીબાગ ખાતે છેલ્લાં બે મહિનાઓથી તૈયારી. રાયસણમાં 34 એકરની જગ્યામાં વર્કશોપ ઊભું કરાયું છે. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ અને ગૃહમંત્રી અમિત શાહ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત અનેક નેતાઓ, મહાનુભાવો ઉપસ્થિત રહેશે. 7 ડિસેમ્બર અને શનિવારે સાંજે 5.00થી 8.30 સુધી ચાલનાર આ રંગારંગ કાર્યક્રમની મુખ્ય થીમ ત્રણ વિભાગમાં અદભૂત પ્રસ્તુતિ દ્વારા વ્યક્ત થશે. છેલ્લાં 100 કરતાં વધુ વર્ષોથી આરંભાયેલી આ સ્વયંસેવક પરંપરાનું બીજારોપણ અને તેના પોષણની રજૂઆત આ વિભાગમાં થશે.