જૂનાગઢ-ગીર સોમનાથ જિલ્લામાં બેફામ ખનન, કોંગ્રેસના ધારાસભ્ય ચુડાસમાની હાઇકોર્ટમાં રીટ
ગુજરાત હાઇકોર્ટમાં સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા દ્વારા એક અરજી કરવામાં આવી છે. આ અરજી જૂનાગઢ અને ગીર સોમનાથમાં ગેરકાનૂની ખનનના મુદ્દે કરવામાં આવી છે. અરજી કોર્ટ સમક્ષ રજૂ થતા જ સરકારી વકીલે બે વાંધા ઉઠાવ્યા હતા. પહેલો વાંધો હતો કે, આ અરજી કરવા પાછળ અરજદારનું કોઈ લોજીક નથી અને બીજું ધારાસભ્યે પક્ષકાર તરીકે મુખ્યમંત્રીને પણ જોડ્યા હતા. તેની સામે વાંધો હતો.
અરજદાર ધારાસભ્યે જણાવ્યું હતું કે, તેમને જાતે ઈખ સમક્ષ આ મુદ્દે રજૂઆત કરી હતી, એટલે ઈખને પક્ષકાર બનાવાયા છે. ગીર સોમનાથ અને જૂનાગઢમાં મોટા પાયે લાખો ટન ગેરકાનૂની ખનન થઈ રહ્યું છે. કોર્ટે લોકસ વિશે કહ્યું હતું કે, સરકાર આમ અરજદારનો વિરોધ ના કરી શકે, કારણ કે તે પ્રજાના પ્રતિનિધિ છે.
સરકારી વકીલે જણાવ્યું હતું કે, આ લીઝમાં રસ ધરાવતા બે ગ્રુપ વચ્ચેની મેટર છે. ખકઅને ચોરવાડના જિયો લોજિસ્ટે જવાબ આપ્યો હતો. વળી અરજદાર કોઈ લીઝ ધરાવતા નથી. જે લોકોને ખનન માટે લીઝ મળી અને લીઝ નથી મળી તે લોકો કોર્ટ સમક્ષ નથી. જોકે, કોર્ટે કહ્યું હતું કે અરજદાર ખકઅ લીઝ સામે નહીં, પરંતુ ગેરકાનૂની ખનન સામે કોર્ટમાં આવ્યા છે.
અરજદારના વકીલે જણાવ્યું હતું કે, જ્યાં લીઝ નથી અપાઈ તે વિસ્તારમાં પણ ખનન થઈ રહ્યું છે. ચોરવાડમાં મોટા પાયે આવી સ્થિતિ જોવા મળી રહી છે. મિનરલ માફિયાઓ બેફામ બન્યા છે. સરકારી વકીલે તેની ઉપર પગલા લઈને શો કોઝ નોટિસ અપાઈ હોવાનું જણાવ્યું હતું. જોકે, હાઇકોર્ટે સરકારને એફિડેવિટ ફાઇલ કરવા અને અરજદારને પક્ષકારોના ઈખને દૂર કરવા જણાવ્યું હતું. આ મુદ્દે વધુ સુનાવણી 22 સપ્ટેમ્બરે યોજાશે.