વેરાવળ રેલવે સ્ટેશને મધરાત્રે અજાણ્યા શખ્સે નગ્ન થઈ આતંક મચાવ્યો, લૂંટનો પ્રયાસ
વેરાવળ રેલ્વે સ્ટેશન પ્લેટફોર્મ નં.1 ઉપર મધ્યરાત્રી એ અલગ અલગ જગ્યા જવા વાળા 10 થી 12 ઉતારૂૂઓ બેઠા હતા ત્યારે કોઈ અજાણ્યા શખ્સે આવી બેફામ રીતે બિભત્સ વર્તન કરી ઉતારૂૂઓની વસ્તુઓ જુટવાનો પ્રયાસ કરેલ તેમજ બિહારી પરીવારની મહીલાની છેડતીનો પ્રયાસ કરેલ હતો. મધ્યરાત્રીએ કોઈ પણ પોલીસ સ્ટાફ ન હોવાથી ઉતારૂૂઓ ભારે ડર ફેલાયેલ હતો અડધી કલાક સુધી આ શખ્સે તમામ ને બાન માં લીધેલ હતા.
વેરાવળ રેલ્વે સ્ટેશન પ્લેટફોર્મ નં. 1 ઉતર મધ્યરાત્રી કેશોદ,જુનાગઢ, રાજકોટ જવા વાળા ઉતારૂૂ વ્હેલી સવાર ની ટ્રેન હોય જેથી આવી જતા હોય છે તેમજ હાલ માં લગ્ન ની સીઝન હોય તેથી કોઈ પ્રસંગ બતાવીને સીધા રેલ્વે સ્ટેશને આવી જાય છે મ્યુઝીક પાર્ટીમા તબલા વાદક ભરત બાબુભાઈ સોઠા રહે. કેશોદ વાળા પણ બેઠા હતા ત્યારે તેની આજુ બાજુ પણ 10 થી 12 લોકો બેઠા હતા ત્યારે કોઈ અજાણ્યા શખ્સે આવી બેફામ બીભત્સ શબ્દો બોલવા લાગેલ હતો બિભત્સ વર્તન કરેલ હતું તેમજ ઉતારૂૂ પાસે પડેલ વસ્તુ ની લુંટ કરવાનો પ્રયાસ કરેલ હતો.
બિહારી પરીવાર પણ બેઠો હતો તેમાં મહિલાની છેડતી કરવાનો પ્રયાસ કરેલ હતો આ અજાણ્યા શખ્સે કપડા પણ કાઠી નાખેલ હતા અડધી કલાક સુધી પ્લેટફોર્મ ન.1 માં બેસેલા ઉતારૂૂને બાન માં લીધેલ હતા તમામ ઉતારૂૂઓએ હીમત કરી સામનો કરતા તે ભાગી ગયેલ હતો ત્યારબાદ રેલ્વે ની આવેલ ઓફીસ માં બે થી ત્રણ જણા પહોચેલ હતા અને તેમને ફરજ ઉપર કર્મચારીને આખા બનાવની જાણ કરેલ હતી જેથી તાત્કાલીક પોલીસ ને બોલાવેલ હતી શોધખોળ કરતા આ શખ્સ કયાંય હાથ માં લાગેલ ન હતો. મધ્યરાત્રી એ રાજકોટ જવા વાળી ટ્રેન માં ઉતારૂૂઓ પહોચતા હોય છે તેથી તેની સલામતી માટે પોલીસ બંદોબસ્ત કાયમી રાખવો જોઈએ તેવી માંગ ઉઠી છે.
