For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કોમનમેનને સાર્વત્રિક શ્રધ્ધાંજલિ, શબ્દોની પુષ્પાંજલિ

04:59 PM Jun 16, 2025 IST | Bhumika
કોમનમેનને સાર્વત્રિક શ્રધ્ધાંજલિ  શબ્દોની પુષ્પાંજલિ

સંસ્થાઓ, આગેવાનો, સંતો, નાગરીકજનો દ્વારા સંસ્મરણો વાગોળી, શૌકાંજલિ પાઠવી

Advertisement

ગુજરાતનાં અમદાવાદથી લંડન જઈ રહેલ વિમાન ટેક ઓફ થયાનાં થોડા સમય પછી ક્રેશ થઈ જવાથી ક્રુ મેમ્બરો સહિત 242 મુસાફરોનું અવસાન થયું હતું. જેમાં ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું પણ નિધન થયું હતું. વિજયભાઈનાં અચાનક વિદાયથી રાજકીય, સામાજિક આગેવાનો સંસ્થાઓએ તેમને શ્રધ્ધાંજલી પાઠવી હતી.

કેતન સંઘવી
ગુજરાત માટે આજે ખૂબ જ શોકભર્યો દિવસ છે. રાજ્યના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને લોકસેવામાં જીવન સમર્પિત કરનાર નેતા શ્રી વિજયભાઈ રૂૂપાણીનો આજે દુર્ભાગ્યવશ વિમાન દુર્ઘટનામાં દુખદ અવસાન થયું છે. તેમના નિધનથી રાજ્યએ માત્ર એક નેતા નહીં, પરંતુ રાજકિય પાયાના સ્થાપક ગુમાવ્યા છે. વિજયભાઈ રૂૂપાણી એક સાદા, પ્રમાણિક અને જનસેવા માટે નિષ્ઠાપૂર્વક કાર્યરત રહેલા નેતા હતા. તેમના કાર્યકાળ દરમિયાન ગુજરાતે અને ખાસ કરીને રાજકોટે જે વિકાસના નવા માઇલસ્ટોન સાકાર કર્યા છે, તે ભવિષ્યના પથદર્શક બની રહ્યા છે. તેઓ રાજકારણમાં રહી પણ જનતાથી હંમેશા જોડાયેલા રહ્યા. હું, જીવદયાપ્રેમી અને ગૌરક્ષક તરીકે કાર્યરત રહેનાર કેતનભાઈ સંઘવી વિજયભાઈ રૂૂપાણીના અવસાનથી અંતરથી શોકગ્રસ્ત છું. હું તેમને કેવળ નેતા તરીકે નહીં, પરંતુ શહેરના હિતેચ્છુક તરીકે પણ માનતો હતો. તેમના કાર્ય, વિચારો અને સાદગીભરેલા જીવનમુલ્યો મારું જીવન પણ પ્રેરિત કરતા રહ્યા છે.

Advertisement

રાષ્ટ્રભાષા પ્રચાર સમિતિ (વર્ધા), રાજકોટ
રાષ્ટ્રભાષા પ્રચાર સમિતિ (વર્ધા) રાજકોટે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈને શ્રધ્ધાંજલી આપી જણાવ્યું હતું કે, અચાનક વિમાન દુર્ઘટનામાં રાજ્યના ભૂતપૂર્વ મુખ્યમંત્રીનું અવસાન સમગ્ર ગુજરાત માટે અવિસ્મરણીય આઘાતરૂપ છે. રાજકોટ શહેરનો આધુનિક ચહેરો જે આજે જોવા મળે છે, તેના પાયામાં તેમના સ્વપ્નો અને પરિશ્રમ સમાયેલા છે. શહેરનાં વિકાસ માટેની તેમની આગવી દ્રષ્ટિ અને કાર્યપધ્ધતિએ કરોડો લોકોના જીવનમાં સુધાર કર્યો છે. વિશ્ર્વસનીયતા, સંકલ્પશક્તિ અને લોકકલ્યાણ માટેની આગવી નિષ્ઠા એ તેમના વ્યક્તિત્વની છબી હતી તેમણે ન માત્ર રાજકીય નેતા તરીકે, પણ શહેરના સાહિસક સર્જક તરીકે પોતાનું સ્થાન બનાવ્યું હતું. રાજકોટનાં ઈન્ફ્રાસ્ટ્રકચરથી લઈને શહેરના શૈક્ષણિક અને આરોગ્ય ક્ષેત્રે અનેક સિધ્ધિઓ તેમણે સંભવ બનાવી છે. ગુજરાતની ભૂમિએ એવો દીપ જલાવ્યો જે અનેક માટે માર્ગદર્શક બની ગયો છે. તેમનું શાંત સ્મિત અને નમ્ર વાણી આજે સૌ સ્મરે છે. રાજકોટ અને સમગ્ર ગુજરાત માટે તેઓ માત્ર નેતા નહોતા, પરંતુ એક દ્રષ્ટા હતાં.

વિજયભાઈ કારિયા
ભારતીય જનતા પાર્ટી સંસ્કૃતિ સેલનાં વિજય કારિયાએ જણાવ્યું હતું કે, કોઈ શબ્દો જ નહિ જેનાથી તેના વ્યક્તિત્વ કે નેતૃત્વ ને શ્રદ્ધાંજલી અર્પણ કરી શકાય નેતાઓ અનેક મળશે પરંતુ લોક નેતા વિજય ભાઈ નહિ મળે, કોઈ પણ કામ હોય ગાંધીનગર, હોય કે ઘર હોય વિના સંકોચ તેમને મળી શકાતું, કલા નો જીવ હતો જ્યારે જયારે મેં નિમંત્રણ આપ્યું હોય ત્યારે તેમની હાજરી હોય, તેમના માર્ગદર્શન નીચે મેં અનેક કાર્યક્રમો કર્યા છે, મારી હંમેશ ની હૂંફ અને સાચા માર્ગદર્શન ના રાહબર એ રાજકોટ ને અને પુરા ગુજરાત ને તો પડી છે, પરંતુ મારાં પથદર્શક ની ખોટ મને જિંદગી ભર રહેશે,

દિવ્યેન રાયઠઠ્ઠા
પ્રાગટય ગ્રુપના દિવ્યેન રાયઠઠ્ઠાએ જણાવ્યું હતું કે, જેમની સાથે દાયકા સુધી તેમના જાહેર જીવન ના માધ્યમથી રાષ્ટ્ર સેવા કરતા કરતા મનુષ્ય જીવન ને સાર્થક કરવાનું માર્ગદર્શન મળેલ તેવા મારા માર્ગદર્શક વિજયભાઈ રૂૂપાણી ના આત્માને પરમ કૃપાળુ પરમાત્મા સદગતિ પ્રદાન કરે તેવી પરમાત્માના ચરણોમાં પ્રાર્થના. આદરણીય વિજયભાઈ ના દુ:ખદ અવસાન ના સમાચાર સાંભળીને મન વ્યથિત થઈ ગયું છે. સાથે સાથે વિજયભાઈ સંગાથે ગાળેલ દિવસોને યાદ કરતા માનસ પટલ પર ભૂતકાળની સ્મૃતિઓ તાજી થઈ રહી છે મારા દરેક દુ:ખ સુખ ના પ્રસંગોમાં એક વડીલ તરીકેની ભૂમિકા જેમને નિભાવી છે તે પ્રસંગો ફરીથી માનસપટ પર ઉભરી આવ્યા છે મને પોતાના કાર્યકર્તા જ નહીં પરંતુ તેમના પરિવારના સભ્ય તરીકેનું માન આપીને મારુ ઘડતર કર્યું છે. તે વાતને હું વિસરી શકું તેમ નથી તેમની સાથેના અનેક પ્રવાસો દરમિયાન થયેલી આધ્યાત્મિક ચર્ચાઓને કારણે કદાચ હું આજે આધ્યાત્મિકતા ના માર્ગે જઈ રહ્યો છું. તેમાં વિજયભાઈનો મહત્વનો હિસ્સો છે.

શ્રી જય જિનેન્દ્ર આરાધના ગૃહ
ચરમ તીર્થકર પરમાત્મા એ ફરમાવ્યું છે કે, ‘જે થવાનું છે તે થાય જ છે તેને કોઈ ફેરવી શકતું નથી’ સ્વયં તીર્થકર પણ આયુષ્ય વધારી કે ઘટાડી શકતા નથી. અમદાવાદમાં થયેલ વિમાન દુર્ઘટના વિષે સાંભળ્યું ત્યારે સ્મરણપટે આ શબ્દો આવી ગયા. રૂપાણી પરિવારના લાડીલા કુળ દિપક, રાજકોટનાં અણમુલારત્ન ભાજપના એક સંનિષ્ઠ સેવક એવા વિજયભાઈના નિધનના સમાચાર સાંભળ્યા ત્યારે બેન સ્વામી પૂ.નીરૂબાઈ સ્વામીને ક્ષણિક આંચકો લાગ્યો, પણ બીજી જ ક્ષણે તેમના મુખેથી સરી પડયું કે ‘વિજયે તો પદ છતા મદ ઉપર વિજય મેળવ્ક્ષો હતો. એક ધર્મ પ્રેમી દ્રઢ ધર્મી શ્રાવક હતાં. કોઈપણ પરિસ્થિતિનોં સહર્ષ સ્વીકાર કરતાં હતાં. તેમના આત્માને ચીર શાંતિ મળે તે જ અંતરની ભાવનાં સહ સુર્ય વિજય મ.સ.ના સુશિષ્યા ભાનુબાઈ મ.સ., નીરૂબાઈ મ.સ. (બેન સ્વામી)ની શ્રધ્ધાંજલી

‘અમે તો અમારા પિતામુલ્ય કાકાને ગુમાવ્યા’ પ્રો.સચિનભાઈ રૂપાણી, અંકિતભાઈ રૂપાણી
વિજયભાઈનાં કઝીનભાઈ હસમુખભાઈના પુત્રો સચિન-અંકીતે જણાવ્યું હતું કે રૂપાણી પરિવાર માટે વજ્રઘાત તો થયો જ છે. પરંતુ અમે તો અમારા પિતા ગુમાવ્યા હોય તેવી વેદના થાય છે. અમારા માટે કાકા સર્વસ્વ હતાં. તેમના અનુભવ જ્ઞાનથી અમોને ખુબ જ સુંદર માર્ગદર્શન મળતું હતું. નામ તથા ગુણ તેઓ સદા સર્વ સંયોગોમાં હસતા જ રહ્યાં હતાં. કેસરીયા કરી પરિસ્થિતિ સામે વિજય જ મેળવતાં રહ્યાં. અકલ્પનીય ઘટનાથી સમસ્ત રૂપાણી પરિવાર તથા જૈન સમાજને ન પુરી શકાય તેવી ખોટ પડી છે. તેઓ ના આત્માને શાંતિ મળે તે જ પરમ કૃપાળુ પરમાત્માના શરણે પ્રાર્થના.

રેલ એન્ડ એર એજન્ટ એસો.ને સંપૂર્ણ બંધ રાખી વિજયભાઈને શ્રધ્ધાંજલિ પાઠવી
રેલ એન્ડ એર એજન્ટ એસોસીએશન ઓફ ગુજરાતના પ્રમુખ મયંકભાઈ પાઉ તેમજ સમસ્ત રાગ પરિવારની યાદી જણાવે છે. કે ગુજરાતના પનોતા પુત્ર એવા વિજયભાઈ રૂપાણીના દુ:ખદ અવસાનથી ગુજરાતમાં ન ભરી શકાય તેવી ખોટી પડી છે. વડીલ એવા વિજયભાઈ રૂપાણી આજે આપણા લોકોની વચ્ચે નથી. તેમની અંતિમયાત્રા વખતે એસોસીએશનના દરેક વેપારીઓ પોતાનો ધંધો-રોજગાર બંધ રાખી અને તેમને શ્રધ્ધાંજલી આપી હતી. વિજયભાઈ માટે જેટલું કરીએ તેટલું ઓછું છે પણ ઈશ્ર્વર શક્તિ આગળ આપણું કશું ચાલતું નથી. તે સત્ય છે. વિજયભાઈની ખોટ ખાલી રાજકોટ સિટીને નહીં પણ સમસ્ત ગુજરાતને પડી છે. વિજયભાઈ રૂપાણી સહિત બીજા ઘણા બધા પેસેન્જરો પણ પ્રભુચરણ મૃત્યુ પામ્યા છે ત્યારે લોકો ખરા દિલથી દુ:ખની લાગણી અનુભવીએ છીએ અને બધા જીવોને પરમાત્મા તેમના આત્માને શાંતિ આપે તેવી પ્રાર્થના કરીએ છીએ આવી વિકટ પરિસ્થિતિએ લોકોના કુટુંબ ઉપર આવી ચડેલી અચાનક આ દુર્ઘટના સહન કરવાની પરમ કૃપાળુ શક્તિ આપે તેવી પ્રાર્થના કરીએ છીએ.

શાપર-વેરાવળ ઈન્ડસ્ટ્રીયલ એસો.
ગત ગુરૂવારે અમદાવાદ એરપોર્ટથી લંડન પુત્રના જતા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને રાજકોટના પનોતા પુત્ર વિજયભાઈ રૂપાણીનું પ્લેન અકસ્માતમાં મૃત્યુ થતાં સર્વત્ર ગમગીની ફેલાઈ છે. શાપર વેરાવળ ઔદ્યોગિક ઝોન શોકમાં ગરકાવ થઈ ગયું છે. ઉદ્યોગકારોને પોતાની વ્યક્તિ ગુમાવ્યાનો અફસોસ છે તેથી શાપર વેરાવળ ઈન્ડસ્ટ્રીયલ એસોસીએશને શનિવારે અડધો દિવસ ઉદ્યોગકારોને સ્વૈચ્છીક ઉદ્યોગો બંધ રાખવા અપીલ કરેલ તે અન્વયે સ્વયંભુ બંધ પાળી સ્વ.વિજયભાઈ રૂપાણીને શ્રધ્ધાંજલી અર્પી હતી. તેઓ રાજકોટ કોર્પોરેશનમાં કોર્પોરેટરં સંસદ સભ્ય થી ગુજરાતના મુખ્યમંત્રી પદે રહી જનતાની સેવા કરેલ છે અને રાજકોટ શહેરના વિકાસમાં તેઓનું અમુલ્ય યોગદાન રહ્યું છે.

જિલ્લા પંચાયત પ્રમુખ પ્રવિણાબેન રંગાણી
અમદાવાદ ખાતે થયેલ અત્યંત દુ:ખદ વિમાન દૂર્ઘટનામાં હતભાગી દિવંગતો અને પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂૂપાણી ને અશ્રુભીની શ્રદ્ધાંજલિ પાઠવતા જિલ્લા પંચાયત પ્રમુખ પ્રવિણાબેન રંગાણીએ જણાવ્યું હતું કે અત્યંત દુ:ખદ વિમાન દુર્ઘટના ની કરૂૂણાંતિકા થી જનમાનસે ખૂબ જ આઘાત ની અનુભૂતિ કરી છે. વિજયભાઈ રૂૂપાણીએ મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમ્યાન રાજકોટને એઇમ્સની ફાળવણી, અટલ સરોવર અને ન્યુ રેસકોર્ષની ભેટ આપીને રાજકોટવાસીઓના હૃદયમાં અનેરૂૂ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. સાથોસાથ સંવેદનશીલ અને સરળ સ્વભાવને કારણે તેઓએ કાર્યકર્તા અને લોકોના હ્રદયમાં અસીમ લોકચાહના મેળવી હતી. ભારતીય જનતા પાર્ટીમાં સંગઠનક્ષેત્રે કુશળતા પૂર્વક કામગીરી કર્યા બાદ મુખ્યમંત્રીપદે હોવા છતાંય વિજયભાઈ રૂૂપાણીની સાદગી, સરળતા, સાહજિક્તા અને સંવેદનશીલતા લોકોને સ્પર્શતી હતી. ખાસ કરીને રાજકોટના આગેવાનો- કાર્યકર્તાઓ કે જે વર્ષોથી વિજયભાઈ રૂૂપાણી સાથે લાગણી અને આત્મીયતા ના સંબંધથી જોડાયેલા હતા તેઓ પોતાના પરિવારના મોભી-સ્વજન ગુભાવ્યા હોય તેવી વેદના અને શોક અનુભવી રહ્યાં છે.

પ્રશિક્ષણથી પોલીટીકસ સુધીની સમજણ આપનાર વિજયભાઈ મારા હર ધબકારમાં જીવંત રહેશે: રાજુ જુંજા

તમારો રાજુ હોશિયર છે એને ભણાવવાની જવાબદારી હું લઉ છું એવું મારા પિતાને કહેનાર માણસ આજે આ દુનિયામાં નથી રહ્યાં પરંતુ મારા હર ધબકારમાં હંમેશા જીવંત રહેશે. પ્રશિક્ષણથી પોલીટીકસ અને સેવાપ્રકલ્પની સમજણ આપનાર વિજયભાઈ રૂપાણી સાથેનો 47 વર્ષનો પારીવારિક નાતો રહ્યો છે. મારા જેવા કેટલાય સામાન્ય લોકોની જીંદગી સંવારનાર મહા માનવ વિજયભાઈને શ્રધ્ધાંજલી આપવાના શબ્દો મારી પાસે ન હોય અવિરત રહેતા અશ્રુ સાથે નિ:શબ્દ શ્રધ્ધા સુમન અર્પણ કરૂ છું.

લોધીકા તાલુકા પત્રકારો દ્વારા પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ
તેમના શાસનકાળ થયેલ વિકાસનાં કામોને યાદ કરાયા અમદાવાદ થી લંડન જતા પ્લેન ક્રેશ માં ગુજરાત તેમજ રાજકોટ ના વિકાસમા જેનો સિંહ ફાળો છે તેવા વિકાસ ને વરેલા પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂૂપાણી ને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ ગુજરાત રાજ્ય ના 2016 માં 16 માં મુખ્ય મંત્રી તરીકે શપથ ગ્રહણ કરી ગુજરાત રાજ્ય ના વિકાસ ને ખરા અર્થમાં પ્રધાન મંત્રી નરેન્દ્રભાઇ મોદીના સ્વપ્ના નું ગુજરાત બનાવા માટે ગુજરાત રાજ્ય ના મુખ્ય મંત્રી તરીકે વિજયભાઇ રૂૂપાણી એ વિકાસ ને આગળ વધારી ને વિકસિત ગુજરાત વિકાસ સિલ ગુજરાત બનાવા માટે એક એક ક્ષણ નો બાખુબી ઉપયોગ કરી સર્વે ગુજરાતીઓ ના દિલમાં એક આગવું સ્થાન મેળવ્યું છે તેમજ રાજકોટ શહેર ના વિકાસ માટે એઇમ્સ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઓવર બ્રીજ અટલસરોવ ન્યુ રેસ કોર્સ રામવન જેવા અનેક વિકાસના કામો તેમના મુખ્ય મંત્રી કાળ દરમિયાન થયેલ તેમજ રાજકોટ જીલ્લા ના ગ્રામ્ય વિસ્તારના વિકાસ માટે લોધીકા તાલુકા માં ખીરસરા રણમલજી ૠઈંઉઈ પીપરડી ૠઈંઉઈ રાજકોટ કાલાવડ સિક્કસ લેન્ડ રોડ જેવા અનેક વિકાસના કામો કરી ગ્રામ્ય વિસ્તારોમાં રોજગારી ની તકો ઉભી કરી લોકો ને પગભર કરવામાં આવેલ છે તેમજ કોઈ પણ સરકારી કાર્યક્રમોમાં તેમના ભાષણમાં પત્રકારોની ઉપસ્થિતનો ઉલ્લેખ તેઓ ક્યાંય ન ભુલતા હતાં.

વિચક્ષણ વ્યક્તિત્વ, પ્રખર દેશી પ્રેમી, ઉમદા રાજનેતા: ઉપેન્દ્ર મોદી
સામાજિક અગ્રણી ઉપેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, વિજયભાઈ રમણીકભાઇ રૂૂપાણી એક વ્યક્તિ ન હતા અલગારી ઓલિયા હતા પારકી છઠ્ઠી ના જાગતલ હતા અને અડધી રાત નો હોંકારો હતા હરતા ફરતા લોક સેવક હતા, જાગૃત રાજકારણી હતા, ઉમદા શ્રાવક રત્ન હતા. ફકત અડધી લાઇન માં પ્રશ્ન સમજનારા અને જાણકાર હતા. હું અને તમે નહીં સમગ્ર સૌરાષ્ટ્ર માં તેના ચાહક હતા. એટલે તો વિક્રમ જનક લીડ થી ધારાસભા જીત્યા હતા. રાજકોટ ની શેરી ના કાર્યકર લઈને ગાંધીનગર ના કોમન મેન (ઈખ) બન્યા હતા.નાના માં નાના માણસ થી લઈને ઉદ્યોગપતિ ગર્વ થી કહેતા કે વિજયભાઈ રૂૂપાણી તેમને ઓળખે છે. તેમ કહી ગર્વ લેતા. તેમની સફર અલ્પ હશે તેની કલ્પના પણ કોઈએ કરી નહીં હોય. આધુનિક રાજકોટ ના શિલ્પી હતા, તેમણે આપેલ રાજકોટ ને ભેટ રાજકોટ ના સંખ્યાબંધ ઓવર બ્રિજ, અંદર બ્રિજ, નવું રાજકોટ, અટલ સરોવર, ઇન્ટરનેશનલ એરપોર્ટ, નવું બસ પોર્ટ, રામવન, રાજકોટ- અમદાવાદ સિક્સ ટ્રેક રોડ, રાજકોટ જેતપુર સિક્સ ટ્રેક રોડ, સેક્ધડ દોઢસો ફૂટ રીંગ રોડ, આવા અસંખ્ય ભેટ તેમને આપી છે. આવા ઉમદા રાજનેતાને શ્રધ્ધાંજલી પાઠવી હતી.

જયેશભાઈ સંઘાણીના સંભારણા
વિજયભાઈ રૂૂપાણી મુખ્યમંત્રી હતા ત્યારે એકવાર ગાંધીનગર હું જયેશ સંઘાણી, કિરીટભાઈ પાઠક અને ડોક્ટર વિજયભાઈ દેસાણી મળવા ગયા હતા. અન્ય લોકો પણ ત્યાં હતા વિજયભાઈ તેની ચેમ્બર માંથી બહાર નીકળતા ચાલ જયેશ તારી સાથે ફોટો પાડી લઈએ આ યાદગાર ફોટો

નવાગામ આણદપર સોસાયટી

નવાગામ આણંદપર સોસાયટી વિસ્તારમાં પંચનાથ મહાદેવ મંદિર ગ્રાઉન્ડમાં અમદાવાદ દુર્ઘટનામાં મૃત્યુ પામેલ લોકો માટે શ્રધ્ધાંજલી પાઠવવામાં આવી હતી. દિવંગતોની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરાઈ હતી.

સત્કાર્ય સેવા સમિતિએ વિજયભાઈ રૂપાણીને ભાવભીની શ્રધ્ધાંજલિ પાઠવી
જન જનના હૃદયમાં એક આગવું સ્થાન પ્રદાન કરનાર, રાજકોટનાં પનોતા પુત્ર રત્ન, પ્રખર જીવદયાપ્રેમી, આધુનિક રાજકોટના શિલ્પી, માનવતાના મસિહા, નિરાધારોના આધાર , દીન દુખીયાના બેલી, રાજકોટની સુપ્રસિદ્ધ સેવાભાવી સંસ્થાનાં માર્ગ દર્શક જૈન સમાજનું ગૌરવ એવા રાષ્ટ્રપ્રેમી, સેવાભાવી આત્મીય સ્નેહી, પૂર્વ મુખ્યમંત્રી સ્વ.વિજયભાઈ રૂૂપાણીને સત્કાર્ય સેવા સમિતિ દ્વારા અશ્રુભીની આંખે ભાવભીની શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવે છે. આ ધરતી ઉપર ક્યારેય ન પૂરી શકાય તેવી ખોટ પડી છે. આ દિવંગત આત્માને શ્રધ્ધાંજલિ અર્પણ કરતાં સત્કાર્ય સેવા સમિતિના સંયોજક રાકેશભાઈ ડેલીવાળા, કમલેશભાઈ શાહ, નિતીનભાઈ મહેતા, જગુભાઈ દોશી,દિપકભાઈ પટેલ, રાજુભાઈ શેઠ, અમિતભાઈ દોશી, તનસુખભાઈ સંઘવી, હિરેનભાઈ શાહ, રાજુભાઈ બાટવીયા, રમેશભાઈ દોમડીયા, પ્રતાપભાઈ વોરા, રૂૂષભભાઈ ઉદાણી, કાર્તિકભાઈ કોઠારી સહિતનાં મહાનુભાવોએ ભાવપૂર્વક શ્રધ્ધાંજલિ પાઠવી છે.

સરગમ કલબે એક ઉમદા માર્ગદર્શક ગુમાવ્યા છે: ગુણવંતભાઈ ડેલાવાળા

સરગમ પરિવારના હજારો સભ્ય વતી શ્રદ્ધાંજલિ પાઠવી
રાજકોટના પનોતા પુત્ર, પૂર્વ મુખ્યમંત્રી અને બધાથી ઉપર એક સરળ પ્રકૃતિનાં વ્યક્તિ એવા વિજયભાઈ રૂૂપાણીના નિધનથી રાજકોટને જ નહી પણ સમગ્ર સૌરાષ્ટ્ર-ગુજરાતને મોટી ખોટ ગઈ છે તેમ જણાવી સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાએ શ્રદ્ધાંજલિ પાઠવી છે. તેમણે કહ્યુ છે કે, સ્વ. વિજયભાઈએ કરેલા સમાજસેવાના કાર્યોને રાજકોટ ક્યારેય ભૂલી શકશે નહી.

ગુણવંતભાઈએ કહ્યુ છે કે, સ્વ. વિજયભાઈ સરગમ કલબ અને સરગમ પરિવાર સાથે વરસોથી સંકળાયેલા હતા અને કાયમ માટે માર્ગદર્શક રહ્યા છે. સરગમ કલબને જયારે કોઈ પણ માર્ગદર્શનની જરૂૂર પડતી ત્યારે તેઓ ઉપયોગી સલાહ આપતા હતા. વધુમાં સરગમ કલબને ઇન્ડોર સ્ટેડીયમ અને હેમુ ગઢવી હોલનું સંચાલન આપવામાં પણ વિજયભાઈએ મહત્વની ભૂમિકા ભજવી હતી. આ સિવાય પણ જ્યાં જ્યાં જરૂૂર પડી ત્યાં વિજયભાઈ સરગમ પરિવારની પડખે ઉભા રહ્યા હતા.

સમગ્ર ડેલાવાળા પરિવારને સ્વ. વિજયભાઈ સાથે આત્મીય સંબંધ હતો. ગુણવંતભાઈ અને વિજયભાઈ રાજકોટની વિરાણી સ્કુલમાં સાથે ભણ્યા હતા અને રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘની શાખામાં પણ સાથે જ જતા હતા. આમ ગુણવંતભાઈ અને વિજયભાઈ વચ્ચે વરસોથી પારિવારિક સંબંધો હતા. તેમણે સરગમ પરિવારના હજારો સભ્યો વતી સ્વ. વિજયભાઈને શ્રધ્ધાંજલી પાઠવી છે..

સાલસ, સરળ અને નિખાલસ સ્વભાવના વિજયભાઈની વિદાયથી જાહેર જીવનમાં ખોટ પડી: ભાવનાબેન

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી ભાજપના વરિષ્ઠો અગ્રણી તેમજ સૌરાષ્ટ્ર ગુજરાતના જાહેર જીવનના અડીખમ અગ્રણી વિજયભાઈ રૂૂપાણીને રાજકોટના પ્રથમ મહિલા મેયર શ્રીમતી ભાવના જોષીપુરાએ ભાવપૂર્ણ અંજલી આપી અને જણાવ્યું છે કે અને સાલસ સરળ અને નિખાલસ સ્વભાવના વિજયભાઈની અચાનક વિદાયથી સૌરાષ્ટ્રના જાહેર જીવનમાં ખૂબ જ મોટી ખોટ પડી છે. 1995 ની સાલમાં રાજકોટ મહાનગરપાલિકામાં પ્રથમ મહિલા મેયર તરીકે મારી જવાબદારી આવી તે સમયે વિજયભાઈ રૂૂપાણી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હતા અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે તેઓનો ખૂબ જ લાંબો અનુભવ હતો તથા સાથોસાથ શાસનના સંદર્ભે નો પણ તેઓનો ખુબ સરસ અનુભવ હતો તે દરમિયાન તેઓની સાથે કામ કરવાની તક મળી અને તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર જી આર આલોરીયા તેમજ ડેપ્યુટી મેયર માવજીભાઈ ડોડીયા આમ અમારી ટીમ એ આ સમયગાળા દરમિયાન શ્રી વિજયભાઈના અનુભવનો લાભ લઈ અને સક્રિયતા સાથે તમામ લોકોએ સાથે મળીને કામ કર્યું. મારા મેયરના કાર્યકાળ દરમિયાન મને એક બાબત ખૂબ જ સરસ રીતે તેઓની કાર્યપદ્ધતિ અંગે જાણવા મળી કે તેઓ દરેક કાર્ય ખૂબ જ ચીવટ પૂર્વક કરે છે અને પ્રત્યેક પ્રશ્નમાં ઊંડાણપૂર્વક અભ્યાસ કરી અને પછીથી સૌને સાથે લઈ અને નિર્ણય કરવા અર્થે આગળ વધે છે આ એક તેમની ખૂબ સારી કાર્ય પદ્ધતિ મને જોવા જાણવા મળી.

અખિલ હિન્દ મહિલા પરિષદ સંચાલિત રમણીક કુંવરબા વૃદ્ધાશ્રમ નો પ્રશ્ન લગભગ 20 વર્ષ જૂનો હતો જે રાજ્ય સરકાર સાથે હતો અને તેઓના મુખ્યમંત્રીના કાર્યકાળ દરમિયાન મેં તેઓને આ પ્રશ્નો અંગે ધ્યાન દોર્યું 20 વર્ષ જૂનો પ્રશ્ન માત્ર એક જ માસના સમયગાળામાં તેઓના અથાક પ્રયત્નથી ઉકેલાયો, વિજયભાઈએ આ સમયે કહ્યું કે જ્યારે આશ્રમમાં વડીલ માતા- પિતાઓ રહે છે ત્યારે આ પ્રશ્ન ના ઉકેલ માટે અગ્રતા આપી અને પૂરો કરવો જ જોઈએ અને તેમણે આ પ્રશ્નો પૂર્ણ કરી દીધો.

Advertisement
Tags :
Advertisement
Advertisement