રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

યુનિ. રોડ પર રાત્રે ફ્લેટમાં ઘૂસી પીજીવીસીએલના કર્મચારીએ સગીરાના કપડાં ઉતારી છેડછાડ કરી

04:37 PM Feb 22, 2024 IST | Bhumika
Advertisement

રાજકોટ શહેરમાં યુનિવર્સિટી રોડ પર એક એપાર્ટ મેન્ટના ફ્લેટમાં ઊંઘી રહેલી સગીરાના રુમમાં તેણીની સહેલીનો મંગેતર આવ્યા બાદ સગીરામાં કપડાં ઉતારી અડપલાં કર્યા હતા.આ બનાવ અંગે ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી.આ બનાવમાં તેમની ધરપકડ કરી તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.વધુ વિગતો મુજબ,પીડિત સગીરાએ પોતાની ફરિયાદમાં સહેલીના મંગેતર પ્રધ્યુમનસિહ અભેસિહ ચાવડા(રહે. ગામ.સાંઢણીધાર કોડીનાર જી.ગીરસોમનાથ)નું નામ આપતા તેમની સામે આઇ.પી.સી. કલમ 354(અ),504,452 અને પોકસો હેઠળ ગુન્હો નોંધવામાં આવ્યો છે.

Advertisement

ફરિયાદમાં સગીરાએ જણાવ્યું હતું કે,પોતે મૂળ જેતપુર પંથકની છે તે હાલ યુનિવર્સિટી રોડ પર તેમના સંબંધીને ત્યાં રહી ધો.12માં અભ્યાસ કરે છે.સગીરા જ્યાં રહે છે તેની બાજુમાં એક ફ્લેટ આવેલો છે.ત્યાં રહેતી યુવતી સગીરાની સહેલી છે.આ યુવતીને ત્યાં તેમનો મંગેતર પ્રધ્યુમનસિહ અવર જવર કરતો હોય જેથી તેમને તે ઓળખે છે.કેટલીક વાર આ યુવતીના ઘરે સગીરા આવ જા કરતી હોય જેથી તેઓ એકબીજાના પરિચયમાં આવ્યા હતા.
ત્યારે ગઈ કાલે રાત્રીના બે વાગ્યાના સુમારે પોતે ફ્લેટમાં એકલી ઘરમાં સુઈ રહેલી હતી.ત્યારે સગીરાને કોલ કરી આરોપીએ મળવા આવતો હોવાનું જણાવ્યું હતું ત્યારે સગીરાએ ના પડી આમ છતાં તેમના ઘરે સહેલીનો મંગેતર આવી પહોંચ્યો હતો.તેમજ આરોપીએ ફ્લેટના રૂૂમમા પ્રવેશ કરી રૂૂમ બંધ કરી આરોપીએ સગીરાના કપડા ઉતારી તેની સાથે છેડછાડ કરી હતી ત્યારે તેમણે બુમાબૂમ કરવાનું કહેતા આરોપી ત્યાંથી ભાગી ગયો હતો.જેથી ગભરાઈ ગયેલી સગીરાએ તેમની પાડોશીમાં જ રહેતી સહેલી અને સબંધીતોને વાત કરતા આ હકીકતને આધારે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.આ મામલે ગાંધીગ્રામ પોલીસ મથકના પીએસઆઈ એસ.બી. જાડેજાએ આરોપીને પકડી પૂછપરછ કરતા આરોપી પીજીવીસીએલમાં નોકરી કરતો હોવાનું માલુમ પડ્યું હતું.

Tags :
crimegujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement