ખંભાળિયા અને દ્વારકામાં સરદાર પટેલની જન્મ જયંતીની ઉજવણી નિમિત્તે સોમવારે યુનિટી માર્ચ
કાલે નિબંધ સ્પર્ધા, શપથ ગ્રહણ, વૃક્ષારોપણ, સ્વચ્છતા ઝુંબેશ સહિતના કાર્યક્રમ
સરદાર પટેલના જન્મદિનની ઉજવણી ભાગરૂૂપે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં યુનિટી માર્ચના આયોજન અંગેની બેઠક ખંભાળિયામાં કલેક્ટર કચેરી ખાતે જિલ્લા વિકાસ અધિકારી એ.બી. પાંડોરની અધ્યક્ષતામાં યોજાઈ હતી. જેમાં જિલ્લા કક્ષાની યુનિટી માર્ચ તેમજ વિધાનસભા મતવિસ્તારની યુનિટી માર્ચના આયોજન અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. અંદાજિત 8 કિલોમીટર લાંબી આ પદયાત્રા તારીખ 10 થી 18 નવેમ્બર દરમિયાન ખંભાળિયા અને દ્વારકા ખાતે નિર્ધારિત દિવસે યોજાશે. આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર ભૂપેશ જોટાણીયા, પ્રાંત અધિકારી, નગરપાલિકાના ચીફ ઓફિસર અને વિવિધ વિભાગના અધિકારીઓ, સ્થાનિક પદાધિકારીઓ જોડાયા હતા.
યુનિટી માર્ચની પૂર્વ પ્રવૃત્તિઓ તા. 6 નવેમ્બરથી શરૂૂ થશે. જેમાં શાળાઓમાં નિબંધ સ્પર્ધા, સરદાર સાહેબને પત્ર, શપથગ્રહણ, પએક પેડ માં કે નામથ અંતર્ગત વૃક્ષારોપણ, મહાનુભાવોની પ્રતિમાઓની સફાઈ, રાષ્ટ્રીય રીલ સ્પર્ધા, સ્વછતા ઝુંબેશ, યોગ અને આરોગ્ય શિબિર વગેરે વિવિધ આયોજનો દ્વારા જનભાગીદારી સુનિશ્ચિત કરવામાં આવશે. ઉજવણીના ભાગ રૂૂપે એકતા શપથ, નિબંધ સ્પર્ધા વિગેરે માટે ઓનલાઇન ભાગ લેવા માટે https://www.mygov.in/ પોર્ટલની મુલાકાત લેવા એક યાદીમાં જણાવાયું છે.
