કેન્દ્રીય મંત્રી નિમુબેન અને પરસોતમ સોલંકીએ ભંડારિયામાં શીશ ઝૂકાવ્યું
ભાવનગરના સાંસદ અને કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયા તથા રાજ્ય સરકારના મંત્રી પરશોતમભાઈ સોલંકીએ બુધવારે ભંડારિયાના પ્રસિદ્ધ નવરાત્રી મહોત્સવમાં સામેલ થઇ દર્શન કરી મહાઆરતીનો લાભ લીધો હતો.
આ તકે પૂર્વ સાંસદ રાજેન્દ્રસિંહ રાણા, ભાવનગર શહેર ભાજપના પૂર્વ અધ્યક્ષ અભયભાઈ ચૌહાણ, દિવ્યેશભાઈ પી. સોલંકી, શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન રામદેવસિંહ ગોહિલ, ભરત મોણપરા-સરદાર યુવા મંડળ, ભાજપ અગ્રણી રાજુભાઈ ફાળકી, રાજુભાઇ લુખી, કે.સી. ભાલ, ભાજપ યુવા મોરચાના પ્રમુખ મુકેશભાઈ ડાભી, પ્રકાશ રાઠોડ, સચિન ગોહેલ સહિતના અનેક આગેવાનો, કાર્યકરોની ઉપસ્થિતિ રહી હતી. ભાવનગરના ભંડારિયાના પ્રસિદ્ધ બહુચરાજી મંદિરે પ્રાચીન પરંપરા જાળવી રાખી નવરાત્રી મહોત્સવની શાસ્ત્રોક્ત રીતે ઉજવણી ચાલી રહી છે. ભંડારિયાના નવરાત્રી મહોત્સવમાં સહભાગી થવાની નિમુબેન બાંભણીયા અને પરશોતમભાઈ સોલંકીની પરંપરા રહી છે.
વર્ષોથી તેઓ ભંડારિયા સાથે જોડાયેલા છે. જે પરંપરા મુજબ બુધવારે મહાઆરતીમાં બંને મંત્રીઓ તેમજ તેમના સમર્થકો મોટી સંખ્યામાં સામેલ થયા હતા અને ભુંગળના સુર સાથે ચામર ઢાળી, છડી પોકારી થતી માતાજીની ભવ્ય અને દિવ્ય આરતીના દર્શનનો લ્હાવો લીધો હતો. તેમજ દીપમાળ પ્રગટાવવાનો લાભ લીધો હતો. ભંડારિયા બહુચરાજી મંદિર ટ્રસ્ટ દ્વારા બંને મંત્રીઓ અને આગેવાનોને આવકારી સ્વાગત કરાયું હતું. આ ઉપરાંત મંત્રી નિમુબેન બાંભણિયાએ પ્રસિધ્ધ મહાદેવ ગાળા ખાતે પણ મેલડી માતાજીના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા.