નકલીની ભરમાર વચ્ચે દમણમાંથી કેન્દ્રીય ગૃહમંત્રીનો OSD ઝડપાયો
ગુજરાતમાં છેલ્લાં બે ત્રણ વર્ષથી નકલીની બોલબાલા છે. જામનગરના ખંભાળીયામાંથી નકલી અધિક કલેક્ટર ઝડપાયા બાદ દમણમાંથી કેન્દ્રીય ગૃહમંત્રીનો નકલી OSD ઝડપાયો છે. નાની દમણ પોલીસ સ્ટેશનની તપાસને પ્રભાવિત કરવા નકલી ઘજઉએ ફોન કર્યો હતો. પોલીસને શંકા જતાં તેની તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન મૂળ ઉત્તરપ્રદેશનો શખ્સ નકલી OSD હોવાનું માલૂમ પડતાં નાની દમણ પોલીસે મુંબઈથી અન્ય એક શખ્સ સાથે તેની ધરપકડ કરીને વધુ પૂછપરછ હાથ ધરી છે.
ગુજરાતમાં નકલી પોલીસ, જજ, વકીલ, શિક્ષક, ડોક્ટર, ઙખઘ અધિકારીની ભરમાર વચ્ચે કેન્દ્રીય ગૃહ મંત્રીના નકલી ઓફિસર ઓન સ્પેશિયલ ડ્યુટી (ઘજઉ) અધિકારી ઝડપાયા છે. ઝડપાયેલા નકલી OSD એ કેન્દ્રીય ગૃહ મંત્રીના નકલી ઓએસડી બનીને પોલીસ તપાસને પ્રભાવિત કરવાનો પ્રયાસ કર્યો હતો.
નાની દમણ પોલીસ સ્ટેશનના સ્ટેશન હાઉસ ઓફિસરને એક અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો હતો. જેમાં કોલ કરનાર વ્યક્તિએ પોતાને ગૃહમંત્રીના ઓએસડી તરીકે ઓળખ આપીને મહારાષ્ટ્રથી મળેલી ઝીરો એફઆઈઆરમાં ગુનો નોંધી પોતાના મિત્રની તરફેણ કરવાની વાત કરી હતી. દમણ પોલીસને શંકા જતા તપાસ હાથ ધરી હતી. જેમાં કોલ કરનાર વ્યક્તિ ગૃહમંત્રીનો OSD ન હોવાની માહિતી મળી હતી. તેથી પોલીસે મૂળ ઉત્તરપ્રદેશના બિજનૌરના સુરેન્દ્રસિંગ અત્તારસિંગ અને મુંબઈના વડાલામાં રહેતા શહજાદ શમશાદ અહમદની ધરપકડ કરી છે. બંને શખ્સોની પૂછપરછ કરતાં જાણવા મળ્યું કે શહજાદ શમશાદ અહેમદ મુખ્ય આરોપીનો મિત્ર છે. તેણે પૈસાની લાલચ આપીને એક યોજના બનાવી હતી. જેમાં તેણે મહારાષ્ટ્રથી નાની દમણ પોલીસ સ્ટેશનમાં ઝીરો ઋઈંછના કાગળો મળ્યા છે. તેમની પૂછપરછ ચાલી રહી હોવાનું જણાવી તમે ગૃહ મંત્રીના OSD તરીકે નાની દમણ પોલીસ સ્ટેશનના સ્ટેશન હાઉસ ઓફિસરને કોલ કરીને ગુનો નોંધવા અને તેમની તરફેણ કરવા કહ્યું હતું. નાની દમણ પોલીસને સમગ્ર બાબતે શંકા જતાં કોલ ડિટેઈલની તપાસ કરી હતી. તપાસ દરમિયાન શંકા વધુ ઘેરી બની હતી અને ત્યારબાદ બંને શખ્સોની ધરપકડ કરી હતી.