દિલ્હી બ્લાસ્ટના પગલે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહનો પ્રવાસ રદ
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ આવતીકાલે 13 નવેમ્બરના ગુજરાતની મુલાકાતે આવવાના હતા. અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે યોજાયેલા ઇન્ટરનેશનલ બુક ફેર અને ફૂડ ફેસ્ટિવલના ઉદ્ઘાટનની સાથે મહેસાણાના બોરીયાવી ખાતે સ્કૂલ તેમજ ઓર્ગેનિક પ્લાન્ટના ઉદ્ઘાટન કાર્યક્રમમાં હાજર રહેવાના હતા. જોકે દિલ્હી ખાતે થયેલા બોમ્બ વિસ્ફોટ કેસને લઈને ગૃહ મંત્રી દ્વારા વ્યસ્ત હોવાને લઈને ગુજરાત પ્રવાસ રદ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.
મહેસાણાના બોરીયાવી ખાતેના કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહ મંત્રી વિડીયો કોન્ફરન્સ ના માધ્યમથી જોડાઈ શકે છે.ભાજપના સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ આજે અમદાવાદ આવવાના હતા. અમદાવાદ અને મહેસાણા ખાતેના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના હતા. જોકે દિલ્હી બોમ્બ વિસ્ફોટ કેસમાં કેન્દ્ર સરકાર ખૂબ જ ગંભીરતાથી આ બાબત પર ધ્યાન રાખી રહી છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ગૃહ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠકો યોજી અને આ કેસ પર ધ્યાન આપી રહ્યા છે ત્યારે ગુજરાત પ્રવાસ રદ કરવા અંગેનો નિર્ણય લેવામાં આવ્યો છે.