ભાવનગરમાં 20મીએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો કાર્યક્રમ
આગામી તા. 20 નવેમ્બર 2025ના રોજ ભાવનગર ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ તથા ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માજીનો અભિવાદન સમારોહ રાખવામાં આવનાર છે. જેની તૈયારીના આયોજન અંતર્ગત અટલ બિહારી વાજપેયીજી ઓપન થિયેટર, મોતીબાગ ખાતે શહેર ભાજપ અધ્યક્ષ કુમારભાઈ શાહ અને જીલ્લા ભાજપ અધ્યક્ષ દિગ્વિજયસિંહ ગોહિલની અધ્યક્ષતામાં તથા કેન્દ્રિય કેબિનેટ મંત્રી ડો. મનસુખભાઈ માંડવીયા, કેન્દ્રીય રાજ્ય મંત્રી નિમુબેન બાંભણિયાની વિશેષ ઉપસ્થિતિમાં એક અગત્યની બેઠક મળી હતી.
જેમાં ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી, પૂર્વના ધારાસભ્ય સેજલબેન પંડ્યા, મેયર ભરતભાઈ બારડ, પ્રભારી ચંદ્રશેખરભાઈ દવે, રાજકોટ જીલ્લા પ્રભારી ધવલભાઈ દવે, ધારાસભ્યો, પૂર્વ શહેર અધ્યક્ષો, પૂર્વ મહા મંત્રીઓ, શહેર સંગઠનના પૂર્વ હોદ્દેદારો, મહાનગરપાલિકાના પદાધિકારીઓ, ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ તથા તમામ સેલ, મોરચા અને સમિતિઓ હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતાં.