For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

15મીએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જૂનાગઢ જિલ્લાની મુલાકાતે

12:03 PM Feb 11, 2025 IST | Bhumika
15મીએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જૂનાગઢ જિલ્લાની મુલાકાતે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ફરી એકવાર ગુજરાતના પ્રવાસે આવશે. ગુજરાતની આ મુલાકાત દરમિયાન ગૃહમંત્રી અમિત શાહ જૂનાગઢની મુલાકાત લેશે. 15 ફેબ્રુઆરીએ અમિત શાહ ગુજરાત આવશે. આ દરમિયાન ગૃહ મંત્રી અમિત શાહ જૂનાગઢ જિલ્લામાં વિવિધ કાર્યક્રમ હાજરી આપશે.15 ફેબ્રુઆરીએ અમિત શાહ ચાપરડા બ્રહ્માનંદ વિદ્યાધામ ખાતે લોકાર્પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.

Advertisement

ત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના મતદાનના એક દિવસ પહેલા ગૃહમંત્રી અમિત શાહની ગુજરાત મુલાકાત ખુબ જ મહત્વની માનવામાં આવી રહી છે. આ દરમિયાન અમિત શાહની મુલાકાતને લઈને સંગઠન પણ ખડેપગે છે અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તૈયારીઓને પણ આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.

16 ફેબ્રુઆરીએ રાજ્યભરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને મતદાન થવાનું છે. ત્યારે હાલમાં તમામ પાર્ટીઓ જીત માટે એડીચોટીનું જોર લગાવી રહી છે અને કોઈ પણ ભોગે મતદારોને રિઝવવાનો પ્રયાસ કરી રહી છે. આ વખતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિકોણીય જંગ જોવા મળશે. ત્યારે જનતા આ વખતે જીતનો કળશ કઈ પાર્ટી ઉપર ઢોળશે તે તો આગામી સમય જ બતાવશે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement