કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ શનિવારે ગુજરાતના પ્રવાસે
BAPSનો કાર્યક્રમ, હોસ્પિટલનું લોકાર્પણ સહિત ત્રણ કાર્યક્રમો
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહનો વધુ એક દિવસના પ્રવાસનું આયોજન ગુજરાતમાં થઈ રહ્યું છે. જે અંતર્ગત કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ શુક્રવારે મોડી રાત્રે અમદાવાદ પધારશે અને શનિવાર એટલે કે 7 ડિસેમ્બરના રોજ ત્રણ કાર્યક્રમની અંદર અમિત શાહ મુખ્ય મહેમાન તરીકે હાજરી આપશે.
સૌ પ્રથમ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સાત ડિસેમ્બરના રોજ સિંધુ ભવન રોડ પર આવેલ અને બોડકદેવ ખાતે તૈયાર થયેલી ગ્લોબલ હોસ્પિટલ ના લોકાર્પણ પ્રસંગમાં હાજરી આપશે.અમિત શાહ જે હોસ્પિટલનું લોકાર્પણ કરશે તેમાં ગેસ્ટ્રોલોજી, કાર્ડિયોલોજી, પ્લાસ્ટિક સર્જરી, રેડિયોલોજી, ડેન્ટલ અને પેથોલોજી સહિતની સુવિધા પૂરી પાડતી હોસ્પિટલ છે.
બીજા કાર્યક્રમની વાત કરીએ તો BAPSસંસ્થાન દ્વારા આંતરરાષ્ટ્રીય કાર્યકર સુવર્ણ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ અમદાવાદમાં આવેલા વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમ એવા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે યોજવાનો છે. જેમાં BAPSદ્વારા આધુનિક ટેકનોલોજી યુક્ત 1800 લાઈટ, 30 પ્રોજેક્ટર અને 2000થી વધુ સ્વયંસેવકો પરફોર્મન્સના વિરલ સમન્વયનો ઐતિહાસિક કાર્યક્રમ યોજાશે. સાથે સાથે સનાતન સંસ્કૃતિના જતન માટે સમાજ માટે નિસ્વાર્થ સેવાભાવી કાર્ય કરનાર પ્રમુખસ્વામી મહારાજને તેમના જન્મદિવસે ભાવાંજલિ આપવાના કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ઇઅઙજનો આ સમગ્ર કાર્યક્રમ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહની વિશેષ ઉપસ્થિતિમાં યોજવાનો છે.
આ ઉપરાંત વધુ એક સ્વૈચ્છિક સંસ્થાના કાર્યક્રમમાં પણ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સહભાગી થવાના છે. આ ત્રણેય કાર્યક્રમો પૂર્ણ કર્યા બાદ દિલ્હી જવા રવાના થશે.