For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ઉપલેટામાં યુનિયન બેન્ક દ્વારા નાદારી નોંધાવનારની મિલકત સીલ કરાઈ

12:23 PM Jan 06, 2025 IST | Bhumika
ઉપલેટામાં યુનિયન બેન્ક દ્વારા નાદારી નોંધાવનારની મિલકત સીલ કરાઈ

ઈરફાન જબ્બાર ચીણી નામના વ્યક્તિએ કરોડોની લોન લઈને ઊંચો હાથ કરી દેતા કાર્યવાહી

Advertisement

આપણે અવારનવાર ન્યુઝ પેપર અને ટીવી ચેનલમાં જોતા કે વાંચતા હોઈએ છીએ કે સરકાર દ્વારા ફલાણાની લોન માફ કરી દીધી, ઢીકડાની લોન માફ કરી દીધી ત્યારે સરકારને ચુનો લગાવવા વાળા તો ચાલુ જ રહે છે ત્યારે ઉપલેટા શહેરમાં વર્ષો પહેલા ગોંડલ સ્ટેટના રાજવી સર ભગવતસિંહજીની નજીકના ગણાતા ઉદ્યોગપતિ હાજી દાદા આદમ ચીણી નામના ઉદ્યોગપતિની ભારે બોલબાલા હતી. મહારાષ્ટ્રમાં નાગપુર સહિતના અનેક સ્થળોએ તેમના ધંધા રોજગાર મોટા પ્રમાણમાં ચાલતા હતા ત્યારે ઉપલેટા શહેરના ભાદર ચોક પાસેના સ્મશાન રોડ પર આવેલ તેમના વંશજ ઈરફાન જબ્બાર ઈશાક ચીણી નામના વ્યક્તિએ વર્ષ 2012 ની સાલમાં નાગપુર યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયા પાસેથી સાડા ત્રણ કરોડ રૂૂપિયાની લોન લીધી હોય જે આજદિન સુધી ભરપાઈ ના કરતા કરોડોની લોન ભરવાની થતા નાદારી નોંધાવી હતી.

ઉપલેટા શહેરના સ્મશાન રોડ પર આવેલ આ મિલકત 612 ચોરસ મીટર જેટલી જગ્યામાં વિશાળ બાંધકામ વગેરે કરેલું હતું. જાણે કોઈ દરબાર ગઢની રાંગ હોય તેમ ઊંચી ઊંચી દીવાલો ચણી લીધી હતી. ત્યારના સમયમાં નગરપાલિકા દ્વારા કોઈ જાતની મંજૂરી વિના બાંધકામ કરવાની પરવાનગી આપવામાં આવતી હોય તેમ રાજા રજવાડાની જેમ ઊંચી દીવાલ ચણી લીધી હતી. આ મિલકત ઈરફાન જબ્બાર ચીણી નામના વ્યક્તિની માલિકીમાં હોય પરંતુ તેમણે કરોડો રૂૂપિયાની લીધેલી લોન પરત ભરપાઈ નહીં કરતા અગાઉ પણ નાગપુર યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા નોટિસ લગાવવામાં આવી હતી પરંતુ આ મિલકત ધારક કે એના લાગતા વળગતાઓ દ્વારા દિવાલમાં લગાવેલી નોટીસો ઉખાડી ફેંકી દેવામાં આવી હોય ત્યારે આજરોજ રાજકોટ યુનિયન બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા આ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.

Advertisement

જેમાં રાજકોટ યુનિયન બેન્ક ઓફ ઈન્ડિયાના અધિકારીઓ દ્વારા રાજકોટના ચીફ જ્યુડિશિયલ મેજીસ્ટ્રેટના કોર્ટ કમિશનર સિધ્ધરાજસિંહ વાઢેર સાહેબ સાથે રૂૂબરૂૂ આવી ઉપલેટા પોલીસ તથા પંચો સાથે સીલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. અવારનવાર નોટિસ આપવા છતાં નાદારી નોંધાવનાર વ્યક્તિ દ્વારા કોઈપણ જાતની લોનની ભરપાઈ ન કરવામાં આવતા આખરે સીલ મારવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. યુનિયન બેંકના અધિકારીના જણાવ્યા મુજબ મિલકત ધારકને એક મહિનાનો સમય આપવામાં આવશે ત્યા સધીમાં લોન ભરપાઈ કરવામાં નહીં આવે તો આ મિલકતની હરરાજી કરવામાં આવશે તેવું જણાવ્યું હતું. પોલીસના ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે રાજકોટના મેજિસ્ટ્રેટ સાહેબના વડપણ હેઠળ આ કામગીરી હાથ ધરવામાં આવી હતી. હવે આવનારા સમયમાં જોવાનું એ રહ્યું કે આવનારા સમયમાં આપેલ મુદ્દત સુધીમાં નાદારી નોંધાવનાર વ્યક્તિ ઈરફાન જબ્બાર ચીણી લોન ભરપાઈ કરશે કે મિલકતની હરરાજી થશે તે હવે જોવાનું રહ્યું.

Advertisement
Tags :
Advertisement
Advertisement