કોઠારિયા સોલવન્ટ નજીક ટ્રેનની ઠોકરે ચડી જતા અજાણ્યા યુવાનનું મોત
04:11 PM Nov 03, 2025 IST | admin
શહેરની ભાગોળે રાજકોટ ગોંડલ હાઇવે પર આવેલા કોઠારિયા સોલવન્ટ નજીક ટ્રેનની ઠોકરે ચડી જતા અજાણયા યુવકનુ મોત નીપજ્યુ હતું. આ અંગે પોલીેસે જરૂરી કાર્યવાહી કરી મૃતકની ઓળખ મેળવવા વાલીવારસની શોધખોળ હાથ ધરી છે.
Advertisement
જાણવા મળતી વિગત મુજબ કોઠારિયા સોલવન્ટ નજીક વહેલી સવારે રાજકોટ-પોરબંદર ટ્રેનની ઠોકરે ચડી જતા અજાણયો યુવાન (ઉ.વ.આશરે 35)નું ઘટના સ્થેળ જ મોત નીપજ્યુ હતું. બનાવની જાણ થતા આજીડેમ પોલીસ મથકના પીએસઆઇ ગામેતી અને રાઇટર જયપાલ ભાઇ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે જરૂરી કાર્યવાહી મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિલમાં ખસેડી મૃતકની ઓળખ મેળવવા વાલી વારસની શોધખોળ હાથ ધરી છે. જો કોઇ વાલીવારસ હોય તો આજીડેમ પોલીસ મથકનો સંપર્ક કરવા જણાવ્યુ છે.
Advertisement
Advertisement
