For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

બેકાબૂ સ્કોર્પિયો ચાલકે બે તબીબ છાત્રોને ઉલાળ્યા

01:30 PM Jun 11, 2025 IST | Bhumika
બેકાબૂ સ્કોર્પિયો ચાલકે બે તબીબ છાત્રોને ઉલાળ્યા

જામનગર શહેરમાં આજે પરોઢીયે ચાર વાગ્યે વધુ એક નસ્ત્રહિટ એન્ડ રનસ્ત્રસ્ત્ર ની ઘટના સામે આવી છે. જામનગર શહેરના ગુરૂૂદ્વારા ચોકડી નજીક બ્લેક કલર ની સ્કોર્પીયો કાર ના ચાલકે ઓવર સ્પીડ માં આવી ને એક એક્ટિવા સવાર બે તબીબી વિધાર્થીઓને ઠોકર મારી દીધા બાદ એક મકાન ની દીવાલ તોડી નાખી હતી.
સ્કોર્પિયો ની ઠોકર વાગવાથી એકટીવા ના આગળના ભાગનો ભૂકકો બોલી ગયો હતો, જ્યારે તેમાં બેઠેલા બે તબીબી વિદ્યાર્થીઓ કે જેઓ જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં નાઈટની ફરજ માં હતા, અને જામનગરના એસટી ડેપો પાસે નાસ્તો કરવા માટે ગયા હતા, અને ત્યાંથી જી.જી. હોસ્પિટલ તરફ પરત ફરી રહ્યા હતા, જે દરમિયાન આ અકસ્માત નડ્યો હતો.

Advertisement

જેઓ બંને ઇજાગ્રસ્ત બન્યા હોવાથી તાત્કાલિક અસરથી તેઓને સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં લઈ જવાયા હતા. તેઓને પગની ઢાંકણી સહિતમાં ઇજા થઇ હોવાનું જાણવા મળી રહ્યું છે. સ્કોર્પિયો નો ચાલક એકટીવા ને ઠોકર માર્યા બાદ ગુરુદ્વારા ચોકડી પાસે આવેલા ખુશ્બુવાડી નામના બંગલાની દિવાલ સાથે ટકરાઈ ગયો હતો. જેથી બંગલાની દીવાલને નુકસાન થયું છે. ઉપરાંત ત્યાં જ આવેલો એક પી.જી.વી.સી.એલ. નો વીજ થાંભલો કે જેને પણ સ્કોર્પિયો ની ઠોકર વાગી હોવાથી થાંભલો બેવડો વળી ગયો હતો, અને વીજવાયર તૂટ્યા હોવાથી આસપાસના વિસ્તારનો વીજ પુરવઠો પણ ખોરવાઈ ગયો હતો. જે બનાવની જાણ થતાં સૌપ્રથમ સીટી બી. ડિવિઝનનો પોલીસ સ્ટાફ તેમજ હોમગાર્ડના જવાનો વગેરે ઘટના સ્થળે દોડી આવ્યા હતા. દરમિયાન સ્કોર્પિયો નો ચાલક તેમાંથી ઉતરીને રફુચક્કર થઈ ગયો હતો.

આથી પોલીસે સ્કોર્પિયો ટોઇંગ કરી લઈ પોલીસ મથકે લઈ જવાયો છે, જ્યારે ઇજાગ્રસ્ત તબીબી વિદ્યાર્થીઓના નિવેદનો નોંધવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ સાથો સાથ પીજીવીસીએલ ની ટીમને પણ જાણ થઈ હોવાથી તેનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો, અને વીજવાયરો વગેરેની સમારકામની કાર્યવાહી હાથ ધરી લઈ, વીજ પુરવઠો પૂર્વત બનાવ્યો હતો. પોલીસ દ્વારા સ્કોર્પિયો ના નંબરના આધારે તેના ચાલકની શોધખોળ ચલાવાઇ રહી છે. જે બનાવ સમયે વાહન ચાલક નશાયુક્ત હોવાનું પણ બનાવના સમયે પસાર થનાર વ્યક્તિનું કહેવું છે. જે સમગ્ર બાબતે પોલીસ તપાસ ચલાવી રહી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement