ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ઝાડા-ઊલટી અને કમળો બેકાબૂ, તાવથી બાળકીનું મોત

05:08 PM Jul 07, 2025 IST | Bhumika
oplus_2097184
Advertisement

શરદી ઉધરસ તાવના કેસથી દવાખાના ઉભરાયા, ચિકનગુનિયા અને ટાઈફોઈડના વધુ 3 દર્દી નોંધાયા

Advertisement

શહેરમાં સતત વરસાદી મહોલના કારણે પાણી જન્ય અને મચ્છર જન્ય રોગચાળામાં વધારો જોવા મળ્યો છે. મનપાના આરોગ્ય વિભાગ દ્વારા ડોર ટુ ડોર ચકાસણી દરમિયાન આકડાઓ બહાર આવ્યા છે. જેમાં ઝાડા-ઉલ્ટી અને કમળાના 295 નવા કેસ નોંધાયા છે. જયારે શરદી ઉધરસ તાવના કેસમાં વધારો થયાનો અને રેલનગરમાં એક વર્ષિય બાળકીનું તાવની બીમારી સબબ જનાના હોસ્પિટલમાં આજે વહેલી સવારે મોત નીપજયાનું જાણવા મળેલ છે. મચ્છર જન્ય અને પાણી જન્ય રોગચાળા દ્વારા ઊભા થતા જાહેર આરોગ્ય પડકારને પહોંચી વળવા માટે રાજકોટ મહાનગર પાલિકા દ્વારા તમામ સ્તરે ઘનિષ્ઠ પ્રયાસો કરી રહ્યા છે.

વાહક નિયંત્રણની કામગીરી હેઠળ તા.30/6/2025 થી તા.06/07/2025 દરમ્યાન પોરાનાશક કામગીરી હેઠળ 44,825 ઘરોમાં પોરાનાશક કામગીરી કરવામાં આવેલ છે તથા ફિલ્ડવર્કરો દ્વારા 352 ઘરોમાં ફોગીંગ કામગીરી કરેલ છે. મચ્છરની ઘનતા વધુ હોય તેવા વિસ્તારોમાં વહિકલ માઉન્ટેન ફોગીંગ મશીન ફોગીંગ કામગીરી કરવામાં આવે છે. તથા સંવેદનશીલ સોસાયટી, મુખ્ય મંદિરો, બગીચા, ખુલ્લા પ્લોટ, સરકારી શાળાઓ, જાહેર રસ્તાઓ તથા વધુ માનવસમુદાય એકઠો થતો હોય તેવા તમામ વિસ્તારો ફોગીંગ કામગીરી હેઠળ આવરી લેવામાં આવેલ હતો. રોગ અટકાયતીના ભાગરૂૂપે શહેરી વિસ્તારમાં રહેણાક મકાન, દુકાન, એપાર્ટમેન્ટ, કોર્મશિયલ કોમ્પલેકસ, ઔધોગિક એકમો, વ્યાપાર ધંધાના સ્થળ તેમજ રહેણાંક મકાનની આસપાસના વિસ્તારોમાં મચ્છરોના ઉત્પતિ સ્થાનો જોવા મળશે તો જગ્યાના માલિક કે ભોગવટો કરનાર કે જવાબદાર આસામી સીધી રીતે જવાબદાર ગણી બાયલોઝ અંતર્ગત તેની વિરૂૂદ્ધ મચ્છર ઉત્પતિ સબબ નોટીસ તથા વહિવટી ચાર્જ વસુલાતની કામગીરી કરવામાં આવેલ છે.

આ કામગીરી હેઠળ રહેણાક સિવાય અન્ય 679 પ્રીમાઇસીસ (બાંઘકામ સાઇટ, સ્કૂઆલ, હોસ્પિટલ, હોટેલ, ઇન્ડસ્ટ્રીઝ, હોસ્ટેલ, કોમ્પ્લેક્ષ, ભંગારના ડેલા, સેલર, હોલ / વાડી / પાર્ટી પ્લોટ, ધાર્મિક સ્થળ, પેટ્રોલ પં5, સરકારી કચેરી વગેરે) નો મચ્છર ઉત્પતિ સબબ તપાસ કરવામાં આવેલ છે. જેમાં મચ્છર ઉત્પતિ સબબ રહેણાંકમાં 91 અને કોર્મશીયલ 244 આસામીને નોટીસ આ5વામાં આવેલ છે તથા 44 આસામીઓ પાસેથી મચ્છર ઉત્પતિ સબબ રૂૂા.33,000/- નો વહિવટી ચાર્જ વસુલાતની કામગીરી કરવામાં આવેલ હતો.

ઝનાના હોસ્પિટલમાં જોડિયા બાળકીને જન્મ આપ્યા બાદ માતાનું મોત
શહેરના ઝનાના હોસ્પિટલમાં પ્રસુતાએ જોડીયા બાળકીને જન્મ આપ્યા બાદ તબીયત લથડતા તેનુ મોત નીપજ્યુ હતુ જોડીયા બાળકીના જન્મ સાથે માતાએ દમ તોડી દેતા પરિવારમાં ગમગીની છવાય જવા પામી છે. જાણવા મળતી વિગત મુજબ મુળ રાજસ્થાનના વતની અને હાલ ગોંડલના ભુણાવા ગામે કારખાનાની ઓરડીમાં રહી કામ કરતા શ્રમિક પરિવારની પ્રસુતા હેમલતાબેન પ્રકાશભાઇ પ્રજાપતિને (ઉ.વ.32)ને પ્રસુતીની પીડા ઉપડતા રાજકોટ ઝનાના હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જયા તબીબો દ્વારા ગઇકાલે તેની પ્રસુતી કરવામાં આવતા તેણીએ બે જોડીયા બાળકીને જન્મ આપ્યો હતો. જોડીયા બાળકીના જન્મથી પરિવારમાં ખુશીનો માહોલ હતો ત્યાજ પ્રસુતાની તબીયત લથડતા સારવાર દરમિયાન આજે તેનુ મોત નીપજતા ખુશીનો માહોલ ગમમાં ફેરવાય ગયો હતો.

Tags :
child deathgujaratgujarat newsHealthrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement