કૌટુંબિક ભાણેજે દારૂના નશામાં લાકડું માથામાં મારતા મામાનું મોત: હત્યાની આશંકા
ફોરેન્સિક પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ વૃધ્ધના મોતનું સાચુ કારણ બહાર આવશે; લોધિકાના મોટા વડાલાની ઘટના
લોધીકા તાલુકાનાં મોટા વડા ગામે બપોરનાં સમયે કામ પરથી આવતા વૃધ્ધને દારુનાં નશામા કૌટુંબીક ભાણેજે માથામા લાકડુ ઝીકી દીધુ હતુ. બેભાન હાલતમા ઢળી પડેલા વૃધ્ધનુ મોત નીપજતા પરીવારમા શોકની લાગણી પ્રસરી છે. મૃતક વૃધ્ધનાં પરીવાર દ્વારા હત્યા કર્યાનો આક્ષેપ કરવામા આવ્યો છે. આક્ષેપનાં પગલે પોલીસે વૃધ્ધનાં મૃતદેહને ફોરેન્સીક પોસ્ટ મોર્ટમ અર્થે રાજકોટ ખસેડયો છે. પીએમ રીપોર્ટ આવ્યા બાદ મોતનુ કારણ બહાર આવશે તેવુ પોલીસ સુત્રોમાથી જાણવા મળ્યુ છે.
આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ લોધીકા તાલુકાનાં મોટા વડા ગામે રહેતા મનસુખભાઇ ઉર્ફે કાળુભાઇ મકવાણા નામનાં 60 વર્ષનાં વૃધ્ધ બપોરનાં ત્રણેક વાગ્યાનાં અરસામા મોટા વડા ગામનાં પાદરમા મજુરી કરીને આવતા હતા ત્યારે કૌટુંબીક ભાણેજ સુરેશ રાઠોડે માથાનાં ભાગે લાકડુ મારી દીધુ હતુ. વૃધ્ધને ઇજા પહોંચતા સારવાર માટે રાજકોટ સિવીલ હોસ્પીટલ ખાતે ખસેડવામા આવ્યા હતા. જયા વૃધ્ધને સારવાર કારગત નીવડે તે પુર્વે જ મોત નીપજતા પરીવારમા અરેરાટી સાથે ગમગીની છવાઇ જવા પામી હતી. આ ઘટના અંગે સિવીલ હોસ્પીટલ પોલીસ ચોકીનાં સ્ટાફે મેટોડા પોલીસને જાણ કરતા મેટોડા પોલીસનો સ્ટાફ તાત્કાલીક રાજકોટ સિવીલ હોસ્પીટલ ખાતે દોડી આવ્યો હતો.
પ્રાથમીક પુછપરછમા મૃતક મનસુખભાઇ ઉર્ફે કાળુભાઇ મકવાણા બે બહેનોનાં એકનાં એક ભાઇ હતા . અને તેમને સંતાનમા બે પુત્ર અને એક પુત્રી છે. બપોરનાં સમયે મનસુખભાઇ ઉર્ફે કાળુભાઇ મકવાણા કામ પરથી આવતા હતા . ત્યારે કૌટુંબીક ભાણેજ સુરેશ રાઠોડ (ઉ.વ. રપ ) એ દારુનાં નશામા માથાનાં ભાગે લાકડુ મારી દેતા મનસુખભાઇ ઉર્ફે કાળુભાઇ મકવાણાનુ મોત નીપજયુ હોવાનુ તેનાં બંને પુત્રોએ આક્ષેપ કર્યો છે.
અને મામાને માર મારી કપાસની વાડીમા સંતાય ગયેલા સુરેશ રાઠોડને પોલીસે પકડી લીધો હોવાનુ પણ જણાવ્યુ હતુ. પરીવારે હત્યાનો આક્ષેપ કરતા વૃધ્ધનાં મૃતદેહને ફોરેન્સીક પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામા આવ્યો છે. પીએમ રીપોર્ટ આવ્યા બાદ મોતનુ કારણ બહાર આવશે તેવુ પોલીસ સુત્રોમાથી જાણવા મળ્યુ છે.