વેરાવળમાં ફિશરીઝ કોલેજ પાસેથી અજાણ્યા શખ્સનો બિનવારસી મૃતદેહ મળ્યો
11:10 AM Oct 17, 2025 IST
|
Bhumika
Advertisement
પોલીસે વાલી વારસોની તપાસ હાથધરી
Advertisement
વેરાવળમાં બાયપાસ પાસે આવેલી ફિશરીઝ કોલેજ સામે થી અજાણ્યા શખ્સનો બિનવારસી મૃતદેહ મળી આવતા પોલીસે તેના વાલીવારસોની તપાસ હાથ ધરી પી.એમ માટે જામનગર ખસેડેલ છે.
વેરાવળ ફિશરીઝ કોલેજ સામે અજાણ્યા શખ્સ નો મૃતદેહ પડેલ હોવાની જાણ પોલીસને થતા તાત્કાલીક બનાવ સ્થળે પહોંચી હતી. આશરે 35 થી 40 વર્ષનો યુવાન બિન વારસી હોય કોઈ ઓળખ થયેલ નથી. ઘણા દિવસોથી પડેલ હોય જેથી કોહવાય ગયેલ હોય જેથી આ મૃતદેહ ને જામનગર પી.એમ માટે મોકલાવેલ છે. મરનાર સગાવ્હાલા ની શોધખોળ કરવા પોલીસે તપાસ હાથ ધરેલ છે.
Next Article
Advertisement