ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

વડિયામાં બિન અધિકૃત 1177 કિલો ઘઉંનો જથ્થો ઝડપાયો

11:57 AM Nov 27, 2025 IST | Bhumika
Advertisement

મામલતદારની લાલ આંખથી અનાજ માફિયાઓમાં ફફડાટ

Advertisement

 

અમરેલી જિલ્લાના છેવાડાના તાલુકા એવા વડિયા મામલતદાર દ્વારા રેશનિંગના અનાજનો ગ્રાહકો દ્વારા વેચાણ થતુ હોવાની જાણકારી બાદ અમુક ઈસમો આ અનાજ ખરીદીની ફેરી કરવા નીકળી મોટો જથ્થો ખરીદ કરતા હોવાની મળેલી જાણકારીના અનુંસંધાનમાં વડિયાના ઇન્ચાર્જ મામલતદાર કેજરભાઈ સિંધી અને ઇન્ચાર્જ પુરવઠા મામલતદાર કુલદીપસિંહ સિંધવને મળેલી બાતમી મળેલી કે વડિયાથી અમરનગર રોડ પર એક રીક્ષા અનાજના કટ્ટા ભરીને આવતી હોય તે સ્થળ બાજુના રોડ પર તપાસ કરતા વડિયાથી અમરનગર જવાના રસ્તે એક રીક્ષા સામે મળતા તેને રોકાવી તપાસ કરતા તેમાં ઘઉંનો જથ્થો ભરેલો હોય તે અંગેના પુરાવાઓ માંગતા તે જથ્થો બીનઅધિકૃત હોવાનું જણાઈ આવતા આ જથ્થા ને વડિયા ગીડાઉન ખાતે લઈ વજન કરતા તે કુલ 1177.12 કિગ્રા ઘઉંનો જથ્થો પુરવઠા ગોડાઉન ખાતે સીઝ કરી મુકવામાં આવ્યો હતો અને જે રિક્ષામાં જથ્થો લઈને આવતા તે છકડો રીક્ષા વાહનને વડિયા પોલીસને સોંપવામાં આવી હતી. આ બિન અધિકૃત અનાજના જથ્થો લઈ આવતા બે ઈસમો અલ્ફાઝ માલવિયા અને ઇભરામ માલવિયાની સામે વડિયા ઇન્ચાર્જ મામલતદાર કેજરભાઈ સિંધી અને પુરવઠા ઇન્ચાર્જ મામલતદાર કુલદીપસિંહ સિંધવ અને ક્લાર્ક દીપકભાઈ પરમારના એ આવશ્યક વસ્તુઓ તળે આવતા અનાજ ઘઉંનુ બીનઅધિકૃત વાહન કરવાની પ્રવૃતી આચારતા આવશ્યક ચીજ વસ્તુ આધુનિયમ 1955ની કલમ નંબર -6 મુજબ મળેલી સત્તા મુજબ નિયમાંનુસાર કાર્યવાહી કરવામાં આવી હતી. ઇન્ચાર્જ મામલતદારની અનાજ માફિયાઓ સામેની લાલ આંખ સમી કાર્યવાહીથી સમગ્ર વિસ્તાર માં ફાફડાટ ફેલાતો જોવા મળ્યો હતો.

Tags :
amreliamreli newsgujaratgujarat newsVadia
Advertisement
Next Article
Advertisement