પુત્રની કેન્સરની પીડા નહીં જોઇ શકતા જનેતાએ ઝેર પી જીવન ટૂંકાવ્યું
06:10 PM Jan 09, 2025 IST | Bhumika
શહેરમા મવડી વિસ્તારમા આવેલા અક્ષર એપાર્ટમેન્ટમા રહેતી પરણીતાએ પુત્રની કેન્સરની બીમારી જોઇ નહી શકતા ઝેરી દવા પી જીવન ટુકાવ્યુ હતુ. પરણીતાના આપઘાતથી બે બાળકોએ માતાની છત્રછાયા ગુમાવતા પરીવારમા શોકની લાગણી પ્રસરી છે.
Advertisement
આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ મવડી વિસ્તારમા આવેલા અક્ષર એપાર્ટમેન્ટમા રહેતી ડીમ્પલબેન જયેશભાઇ સોજીત્રા નામની 4ર વર્ષની પરણીતાએ પોતાના 13 વર્ષના પુત્રની કેન્સરની બિમારી જોઇ નહી શકતા ઝેરી દવા પી લીધી હતી. પરણીતાને સારવારમા મોત નીપજતા પરીવારમા શોકની લાગણી પ્રસરી છે. પ્રાથમીક પુછપરછમા મૃતક પરણીતાને સંતાનમા બે પુત્ર છે. જેમાથી મોટો પુત્ર કેન્સરની બીમારીમા સપડાયો છે. પુત્રની બીમારી સહન નહી થતા જનેતાએ જીવન ટુકાવી લીધુ હોવાનુ જાણવા મળ્યુ છે. આ બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
Advertisement
Advertisement