તને કામ આવડતું નથી તેવા સાસુ-જેઠાણીના મેણાં ટોણાં સહન નહીં થતાં પરિણીતાએ વખ ઘોળ્યું
શહેરમાં મોરબી રોડ ઉપર ઓમનગરમાં સાસરિયુ ધરાવતી અને હાલ કોઠારિયામાં માતા-પિતાના ઘરે રિસામણે આવેલી પરણીતાએ તને કામ નથી આવડતુ તેવા સાસુ-જેઠાણીના મેણા-ટોણાથી રેસકોર્સ ગાર્ડનમાં ઝેરી પાવડર પી લીધો હતો. પરણીતાને ઈજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવી હતી.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળથી વિગત મુજબ શહેરમાં મોરબી રોડ ઉપર ઓમનગરમાં સાસરિયુ ધરાવતી અને હાલ કોઠારિયામાં માતા-પિતાના ઘરે રિસામણે આવેલી નૈયનાબેન બિપીનભાઈ ચાવડા નામની 25 વર્ષની પરણીતા સાંજના છ વાગ્યના અરસામાં રેસકોર્સ ગાર્ડનમાં હતી ત્યારે ઝેરી પાઉડર પી લીધો હતો પરણીતાને ઝેરી અસર થતાં તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી.
પ્રાથમિક પુછપરછમાં નૈયનાબેન ચાવડાના એકાદ વર્ષ પહેલા બિપીન ચાવડા સાથે લગ્ન થયાં હતાં.
પતિ બિપીન ચાવડા કરિયાણાની દુકાનમાં નોકરી કરી છે. નૈયનાબેન ચાવડા છેલ્લા છ મહિનાથી કોઠારિયા રહેતા માતા-પિતાના ઘરે રિસામણે આવી છે. લગ્ન કર્યા હતા ત્યારે નૈયનાબેન ચાવડાને નોકરી કરવા દેવાની બોલી કરી હતી. પરંતુ હાલ નોકરી કરવા દેતા ન હોવાથી અને સાસુ-જેઠાણી તને કામ આવડતુ નથી તેવા મેણા ટોણા મારતા હોવાથી આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આક્ષેપના પગલે પ્ર.નગર પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.