For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

અલ્ટ્રા ગેસ એન્ડ એનર્જી લિ. ભારતની સૌથી મોટી એલએનજી ઓટોફયુઅલ રિટેલર બની

12:13 PM Sep 25, 2025 IST | Bhumika
અલ્ટ્રા ગેસ એન્ડ એનર્જી લિ  ભારતની સૌથી મોટી એલએનજી ઓટોફયુઅલ રિટેલર બની

એસ્સારનું સાહસ, અલ્ટ્રા ગેસ એન્ડ એનર્જી લિમિટેડ (UGEL ) , ભારતની સૌથી મોટી ખાનગી ઓપરેટર અને મુખ્ય ફ્રેઈટ કોરિડોર્સ ખાતે છ કાર્યરત સ્ટેશન્સ સાથે સૌથી વધુ એલએનજી વિતરણ કરનાર રિફ્યુઅલિંગ આઉટલેટ્સ (RO) તરીકે ઉભરી આવી છે. આ ROs ભીલવાડા (રાજસ્થાન), આણંદ (ગુજરાત), ચાકણ-પૂણે (મહારાષ્ટ્ર), જાલના (મહારાષ્ટ્ર), તોરણાગલ્લુ (કર્ણાટક), અને વલ્લમ (તમિલનાડુ) જેવા મુખ્ય ઔદ્યોગિક અને લોજિસ્ટિક્સ હબમાં સ્વચ્છ ઇંધણની સુવિધા ઉપલબ્ધ બનાવવા માટે વ્યૂહાત્મક રીતે સ્થિત છે.

Advertisement

આધુનિક યુગની ક્લીન-ટેક કંપની હોવાના નાતે, UGEL ભારતના સૌથી મોટા એલ.એન.જી. ફ્યુઅલિંગ નેટવર્કના વિકાસમાં અગ્રેસર રહી છે, જે સાતત્યપૂર્ણ અને ઓછા ઉત્સર્જનવાળા પરિવહન તરફના બદલાવને વેગ આપી રહી છે. UGEL એક વ્યાપક એલ.એન.જી. ડિલિવરી ઇકોસિસ્ટમ બનાવી તથા તેના વિસ્તરતા રિટેલ આઉટલેટ્સ નેટવર્ક દ્વારા કિફાયતી, ઓછું કાર્બન ધરાવતું ઇંધણ ઉપલબ્ધ બનાવી ભારતની ગ્રીન મોબિલિટી ક્રાંતિમાં અગ્રણી સ્થાન હાંસલ કરી રહી છે.

ઇલેક્ટ્રિક વાહન (EV ) ના ચાર્જિંગ માટેની સંકલિત માળખાકીય સુવિધાઓથી સજ્જ દરેક UGEL RO ભવિષ્ય માટે સજ્જ છે, જે મલ્ટિ-ફ્યુઅલ અને ઓછા ઉત્સર્જનવાળા મોબિલિટી સોલ્યુશન્સ માટે કંપનીના વિઝનને મજબૂત બનાવે છે.

Advertisement

કોમર્શિયલ વાહનોને વધુ ઉત્સર્જનવાળા ઇંધણમાંથી એલ.એન.જી. અને ઇલેક્ટ્રિક જેવા સ્વચ્છ ઈંધણ વિકલ્પો તરફ વાળવા માટે સક્ષમ બનાવીને, UGEL તેના ગ્રાહકોને પર્યાવરણીય અને આર્થિક એમ બેવડું મૂલ્ય ઉપલબ્ધ બનાવી રહી છે.

અવિરત કામગીરી સુનિશ્ચિત થાય તે માટે, UGEL એ ભારતના તમામ મુખ્ય એલએનજી ટર્મિનલ્સની ઍક્સેસ સાથે આઇઓસીએલ, ગેઇલ, એચપીસીએલ અને અન્ય અગ્રણી એલએનજી સપ્લાયર્સ સાથે ભાગીદારી કરી છે, જે ઈંધણનો પુરવઠો સતત મળી રહે તે સુનિશ્ચિત કરે છે અને સરળ સ્કેલેબિલિટીને સક્ષમ બનાવે છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement