રાજકોટ એરપોર્ટ ઉપર ઉડાન કાફે તૈયાર, રૂા.10માં ચા અને 20માં મળશે કોફી
રાજકોટની ભાગોળે આવેલા હીરાસરમાં સ્થિત રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે હવાઈ મુસાફરો માટે નવી સુવિધાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. અહીં ટૂંક સમયમાં મુસાફરોને માત્ર રૂૂપિયા 10માં ચા તો રૂૂપિયા 20માં કોફી મળી રહેશે. જોકે આ ઉડાન કાફેનું ઉડ્ડયન મંત્રીનો સમય આવતાની સાથે જ લોકાર્પણ કરવામાં આવશે.
જ્યારે અહીં સપ્ટેમ્બર માસમાં કિડ્સ ઝોન શરૂૂ થવા જઈ રહ્યું છે. રાજકોટ એરપોર્ટ પર 8 દૈનિક સહિત 11 ફ્લાઈટ ઉડાન ભરી રહી છે અને તેમાં દરરોજ એવરેજ 2500થી વધુ મુસાફરોની અવર-જવર રહે છે. જેઓને આ નવી સુવિધાઓનો ફાયદો થશે. રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટના એરપોર્ટ ડાયરેક્ટર દિગંત બોરાહે જણાવ્યું હતું કે, એરપોર્ટ પર આવતા હવે મુસાફરો માટે હવે સસ્તા દરે ચા અને કોફી મળી રહેશે. ટૂંક સમયમાં અહીં ઉડાન કાફે શરૂૂ થઈ રહ્યું છે. જેમાં હવાઈ મુસાફરોને ₹10માં ચા અને પીવાના પાણીની બોટલ જ્યારે ₹20માં કોફી અને સમોસા મળી રહેશે.
આ માટે એરપોર્ટ ઓથોરિટી દ્વારા ઉડ્ડયન મંત્રીનો સમય માગવામાં આવેલો છે. જેથી તેમના દ્વારા સૌપ્રથમ નિશ્ચિત તારીખ આપવામાં આવશે અને તે તારીખે ઉડ્ડયન મંત્રી દ્વારા ઉડાન કાફેનું લોકાર્પણ કરવામાં આવશે.