For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

બાબરા પાસે ડમ્પર અડફેટે બાઇક સવાર બે યુવાનોના કરૂણ મોત

01:05 PM Jun 19, 2025 IST | Bhumika
બાબરા પાસે ડમ્પર અડફેટે બાઇક સવાર બે યુવાનોના કરૂણ મોત

બાબરા ભાવનગર રોડ પર હીરાની ઘંટીની સરાણ માંજીને બાઇક પર પરત આવી રહેલા બે યુવાનના બાઇકને ડમ્પરે ટક્કર મારી દેતા એક યુવાનનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે બીજા યુવાનને રાજકોટ રીફર કરતા હતા ત્યારે સારવાર મળે તે પહેલા જ મૃત્યુ નીપજ્યું હતું. બનાવની વિગત અનુસાર ગલકોટડી ગામે રહેતા કિશનભાઈ અરજણભાઈ ચૌહાણ (ઉ.વ. 21) અને લાઠી તાલુકાના જાનબાઈ દેરડી મુકામે રહેતા ભાવેશભાઈ શંભુભાઈ કારીયાણી (ઉ.વ. 22) બને રત્નકલાકારો ગલકોટડી મુકામે આવેલ હીરાના કારખાને હીરા ઘસવાનું કામ કરતા હતા.

Advertisement

અને બાબરા ખાતે તેઓ પોતાનું બાઇક લઈ હીરા ની જે સરાણ આવે છે માંજવા માટે ગયા હતા અને ત્યાંથી પરત આવતી વખતે અહીં વધાવીયા સાંપહાઉસ સામે ડમ્પરના ચાલકે અડફેટ લેતા કિશનભાઈ નું ઘટના સ્થળે કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું જ્યારે ભાવેશભાઈ ને 108 મારફતે પ્રથમ બાબરા સિવિલ હોસ્પિટલમાં તેમજ વધુ સારવાર અર્થે રાજકોટ રીફર કરવામાં આવ્યા હતા પણ પગ અને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતા સારવાર મળે તે પેહલા ભાવેશભાઈ નું પણ મૃત્યુ નીપજ્યું હતું ઘટનાની જાણ થતાં બાબરા પોલીસ સ્થળ પર દોડી આવી હતી અને અકસ્માત નો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અકસ્માત સર્જી ડમ્પર ચાલક ફરાર થયો હતો પોલીસ દ્વારા ડમ્પર ચાલક ને શોધવા આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement