બંધ ટ્રક પાછળ બાઈક ઘુસી જતાં વાવડીના બે યુવકનાં મોત
12:43 PM Feb 21, 2024 IST
|
Bhumika
Advertisement
ભાવનગરના ઘોઘા નજીક સાણોદર ના પાટીયા પાસે પાર્ક કરેલા ટ્રકની પાછળ બાઈક ઘૂસી જતા બાઈક સવાર ત્રણ યુવકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી જેમાં થી બે યુવાનોના મોત નીપજ્યા છે. અકસ્માત અંગે પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગરના ઘોઘા નજીક સાણોદર ના પાટીયા પાસે પાર્ક કરેલા ટ્રક ની પાછળ બાઈક ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો જેમાં બાઈક માં જઈ રહેલા ત્રણ યુવાનોને ગંભીર ઇજા પહોંચી હતી.
Advertisement
જે તમામને સારવાર માટે ભાવનગર ની સરટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.જ્યાં ફરજ પરના તબીબોએ તેમને તપાસી બે યુવકો અનિલભાઈ છનાભાઈ તથા નિલેશ કાનજીભાઈ ને મૃત જાહેર કર્યા હતા. ત્રણેય યુવકો વાવડી ગામેથી શ્રીમત પ્રસંગમાંથી પરત ઘેર જઈ રહ્યા હતા તે સમયે અકસ્માત સર્જાયો હતો. ત્રણેય યુવકો ભાવનગર નજીકના સિદસર ગામના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે ઘોઘા પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.
Next Article
Advertisement