બીલીમોરામાં ટ્રેન અડફેટે બે યુવાનોનાં મોત, પોલીસે બારોબાર અંતિમવિધિ કરી નાખી
નવસારીના બીલીમોરામાં ટ્રેનની અડફેટે બે યુવકોના મૃત્યુ નિપજ્યા હતા. જેમાં યુવકોની ઓળખ કર્યા સિવાય પોલીસે અંતિમવિધિ કરવા 24 કલાકની પણ રાહ ન જોતાં પરિવારમાં રોષ ફેલાયો છે. પરિવારે પોલીસ સમક્ષ ન્યાયની માગણી કરી છે. હાલ, પરિવારમાં માતમ છવાયો છે.
પોલીસની ઘોર બેદરકારી નો પર્દાફાશ થયો છે. મૃતદેહોની ઓળખ કર્યા વગર બન્ને યુવકોના અંતિમસંસ્કાર કરી નાંખ્યા હતાં. 1 યુવકના ફોટા પરથી પરિવારજનોએ મૃતદેહની માગ કરી છે. યુવકોની ઓળખાણ કર્યા સિવાય પોલીસે અંતિમવિધિ કરી દેતાં મૃતક યુવકના પરિવારજનો અને સમાજનો પોલીસ સામે રોષ જોવા મળ્યો હતો. પોલીસે અંતિમક્રિયા કરવા 24 કલાકની પણ રાહ ન જોઈ. આ મામલે પોલીસે જણાવ્યું કે, મૃતદેહ ડિકમ્પોઝ હાલતમાં હોવાથી અંતિમક્રિયા જરૂૂરી હતી. મૃત્યુ પામનાર બે પૈકી એક યુવકની હજુ પણ ઓળખ નથી થઈ. મૃતકના પરિવારે ન્યાયની માગ સાથે પોલીસને રજુઆત કરી છે. પોલીસની બેદરકારી બદલ જઙને રજૂઆત કરાશે તેમ પરિવારે જણાવ્યું હતું. ઙઈં સામે કડક પગલાં ભરવા પરિવારજનોએ માગ ઉચ્ચારી છે.